GSTV

Bigg Boss 13: ઘરમાં સિદ્ધાર્થે શહનાઝ સાથે કેમ કર્યું આવું વર્તન

બિગ બોસ 13માં બધા કંટેસ્ટેંટે સારું રમ્યા જેમાં શોની ટીઆરપી લિસ્ટમાં ઉપર બનેલું છે. આ કંટેસ્ટેંટમાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની વચ્ચે દોસ્તી અને નાની નાની વાતે ઝઘડો ચાલતો રહે છે. અને તે દર્શકોને પસંદ આવી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ફેન્સે બંનેનું નવું નામ સિડનાઝ આપ્યું છે. સિદ્ધાર્થ અને શહનાઝના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે, જેમાં અભિનેત્રી સિમરન કૌર મુંડીએ શેર કર્યા છે. તસવીરોમાં સિદ્ધાર્થ શુક્લાએ શહનાઝનું ગળુ પડક્યું છે. ત્યારે બીજા ફોટામાં શહનાઝને જમીન પર નાખે છે.

આમ તો બંનેની વચ્ચે આ રીતની મસ્તી અવારનવાર જોવા મળે છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે સિમરન કૌર મુંડીને આ વાત રાસ નથી આવી. સિમરને ટ્વીટ કરતાં લખ્યું, આ જ કારણ છે કે હું સીઝન જોઈ નથી રહી. શું તે ઠીક છે? આખરે ચાલી શું રહ્યું છે? આ માણસ કેવા પ્રકારનું વર્તન કરી રહ્યો છે? કોઈ મને સમજાવી શકે છે? સિમરનના આ ટ્વિટ પર ઘણા યુઝર્સે સિદ્ધાર્થને સમર્થન આપ્યું છે.

એકે લખ્યું, જો તમે બિગ બોસ નથી જોતા તો આ રીતની પોસ્ટ પણ ન કરવી જોઈએ. પહેલા તમે એપિસોડ જોવો. બંનેની વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. તેમના સંબંધને ખરાબ બનાવવાની કોશિશ ન કરો. બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લા અત્યાર સુધીનો સૌથી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. તેના ગુસ્સાવાળા સ્વભાવના કારણે ઘણી વાર ઘરવાળા સાથે ઝઘડતો જોવા મળે છે. લક્ઝરી ટાસ્ક દરમિયાન પણ તેણે બે વાર આસિમને ધક્કો માર્યો હતો જેના પરિણામે બિગ બોસે તેમને બે વાર નોમિનેટ કર્યા હતા.

Read Also

Related posts

TikTok: પાકિસ્તાને આ શરતો સાથે ટિકટોક પરથી હટાવ્યો પ્રતિબંધ, 10 દિવસ પહેલા જ ચાઇનીઝ એપ કરી હતી બૅન

Bansari

કાળા બજારીઓએ માર્કેટમાં કૃત્રિમ અછત ઉભી કરતા, ડુંગળી બટાટાના ભાવ આસમાને પહોંચ્યા

Nilesh Jethva

દીવા તળે અંધારું : અમદાવાદ મનપાની ઓઢવ સ્થિત સબ ઝોનલ કચેરીની સામે છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ ઓવરફલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!