GSTV
Home » News » Bigg Boss 13: હોસ્પિટલમાં દાખલ છે સિદ્ધાર્થ શુક્લા, ખરાબ તબિયતનાં પગલે થઈ આવી હાલત…

Bigg Boss 13: હોસ્પિટલમાં દાખલ છે સિદ્ધાર્થ શુક્લા, ખરાબ તબિયતનાં પગલે થઈ આવી હાલત…

બિગ બોસ-13નાં મજબૂત દાવેદાર માનવામાં આવી રહેલા સિદ્ધાર્થ શુક્લાની સતત ખરાબ તબિયત પછી પણ ફેન્સ તેમના માટે નિરંતર દુવા માંગી રહ્યા છે. પહેલા સિદ્ધાર્થ શુક્લાને મુખ્ય ઘરનાં સીક્રેટ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમના ભોજનથી લઈને અન્ય મે઼ડિકલ સુવિધાઓની વ્યવસ્થા કરવમાં આવી હતી. તેમ છતાં તેમની તબિયતમાં સુઘારો ના આવતા બિગબોસે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વિકેન્ડનાં વારમાં સલમાનખાને સિદ્ધાર્થનાં ફેન્સને એક મોટી ગિફટ આપી અને સિદ્ધાર્થ સાથે વિડિયો કોલ દ્રારા વાત-ચીત કરી હતી. આ દરમ્યાન સિદ્ધાર્થ હોસ્પિટલમાં બેડ પર આરામ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે 12 ડિસેમ્બરે સિદ્ધાર્થનો જન્મદિવસ હતો ત્યારે એવામાં સલમાનખાને તેમને શુભકામનાઓ પાઠવી હતી. અને તેમના હાલ ચાલ પૂછ્યા હતા.

અભિનેતાએ જણાવ્યું હતું કે તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. અને તેમને ઝડપથી હોસ્પિટલથી રજા મળી જવાની આશા છે. ઉલ્લેખનીય છે કે સલમાનખાન મજાક મસ્તી કરવાની કોઈપણ તક છોડતા નથી. સલમાન સિદ્ધાર્થને જણાવે છે કે બિગબોસનાં ઘરમાં કોઈ લગ્ન કરી લે છે તો કોઈનું કનેકશ્ન બની જાય છે.

કંઈ એવું ના થાય કે કોઈ ઉપરજ ના જતો રહે. આટલું કહીને સલમાન હસવા લાગે છે. વિડિયો કોલમાં સલમાન સિદ્ધાર્થ શુક્લાને જણાવે છે કે દર્શકોે તેમને આ અઠવાડિયો સુરક્ષિત કરી લીધા હતા. સલમાને સિદ્ધાર્થનાં ફેન્સને વિડિયો બતાવીને જલ્દી તેમનાં ઘર જલ્દી પાછા ફરવાની કામના કરી રહ્યા છે.

READ ALSO

Related posts

સુરત: રઘુવીર માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ, આખી રાત પાણીનો મારો ચલાવાયો

Bansari

પાડોશમાં રહેતી પોતાનાથી 10 વર્ષ નાની યુવતીને પ્રેમ કરવો પડ્યો ભારે, એટલો હેરાન થયો કે…

Bansari

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાને મળ્યો સ્પેશિયલ અવોર્ડ, ‘સ્વચ્છતા અભિયાન’ સાથે છે ખાસ કનેક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!