GSTV
Home » News » સિદ્ધાર્થે રશ્મિને પુછ્યું- શું મારા પર છે પ્રેમ? ફેન્સ બોલ્યા- શુક્લાજી શું થઈ ગયુ

સિદ્ધાર્થે રશ્મિને પુછ્યું- શું મારા પર છે પ્રેમ? ફેન્સ બોલ્યા- શુક્લાજી શું થઈ ગયુ

સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ બિગ બોસ 13ના સૌથી ચર્ચિત કંટેસ્ટેન્ટસ માનવામાં આવે છે. શો ની શરૂઆતથી જ બંનેની વચ્ચે લડાઈઓ ટોક ઓફ ધ ટાઉન બનેલી છે. સિદ્ધાર્થ અને રશ્મિ એક બીજાને નીચુ બતાવવાનો કોઈ મોકો નથી છોડતા પરંતુ હવે લાગે છે કે રશ્મિ માટે સિદ્ધાર્થની નફરત દોસ્તીમાં બદલી રહી છે.

સિદ્ધાર્થે રશ્મિને શું કહ્યું

રવિવારે વીકેન્ડ કા વાર એપિસોડમાં સલમાન ખાન કંટેસ્ટેન્ટને એક ટાસ્ક આપશે જેમાં છોકરીઓને એક સવાલ પુછશે જેના જવાબ પર ઘરવાળાની સહમતિ ન હોવા પર છોકરીઓ છોકરાના હાથ અથવા પગની વેક્સિંગ કરશે.

આ ટાસ્ક દરમિયાન સિદ્ધાર્થ શુક્લા સલમાન ખાનને કહે છે કે રશ્મિ માટે મારી પાસે એક સવાલ છે. સિદ્ધાર્થ કહે છે કે સર રશ્મિને પુછો કે શુ તે સિદ્ધાર્થ શુક્લાને પ્રેમ કરે છે. સિદ્ધાર્થની આ વાત સાંભળીને એક તરફ જ્યાં દરેક ઘરવાળા હેરાન થઈ જાય છે ત્યાં દરેક લોકો ખૂબ મજા પણ લે છે.

સોશિયલ મીડિયા પર શોના પ્રોમોની ક્લિપ જોયા બાદ ફેન્સને રવિવારના એપિસોડનો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફેન્સ વીડિયો ક્લિપ પર કમેન્ટ કરી રહ્યાં છે અને પુછી રહ્યાં છે કે શુક્લા જીને શુ થયુ છે. પ્રેમ વાળા ટ્રેક પર કેવી રીતે આવી ગયા. ત્યાં જ એક બીજા યૂઝરે કમેન્ટ કરી કે શુક્લાજી મજા લઈ રહ્યાં છે. હવે જોવાનું એ રહેશે કે શું શોમાં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ મીત્રો બને છે કે તેમની વચ્ચે દુશ્મનીનો સંબંધ કાયમ રહે છે.

READ ALSO

Related posts

સોનાના ઘરેણાની માફક હવે પીવાના પાણી માટે પણ આવશે BIS નિયમ, સરકારે કરી છે આ તૈયારી

Bansari

સોનુ ચોરાય કે ખોવાય તો સમજો ગુરૂ છે અશુભ સ્થાને, આ ઉપાયો કરવાથી દૂર થશે જીવનની મુશ્કેલીઓ

NIsha Patel

ભાગ્યદર્પણ-મંગળવારનો દિવસ કઈ રાશિના જાતકો માટે રહેશે શુભ જાણો?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!