GSTV

સિદ્ધાર્થ શુક્લાને Kiss કરીને રશ્મિને થયો પસ્તાવો, આ કારણે ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

Last Updated on December 2, 2019 by pratik shah

બિગ બૉસ 13ની કન્ટેસ્ટન્ટ રશ્મિ દેસાઇ અને સિદ્ધાર્થ શુક્લાના ગત અઠવાડિયાના એક વીડિયોએ ઇન્ટરનેટ પર સનસની મચાવી દીધી હતી. પહેલાં ઓન-સ્ક્રીન કપલ તરીકે કામ કરી ચુકેલા રશ્મિ દેસાઇ અને સિદ્ધાર્થ શુક્લાના એક કિસિંગ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી. રાતો-રાત બિગ બૉસ 13નો આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. પરંતુ તેના પર રશ્મિ ઘણી દુખી છે.

બિગ બૉસ 13માં રશ્મિ અને સિદ્ધાર્થે વીડિયોમાં પોતાની જબરદસ્ત કેમેસ્ટ્રીથી લોકોનું દિલ જીતી લીધું પરંતુ રશ્મિ હવે સિદ્ધાર્થ સાથે લિપ-લૉક સીનને લઇને પરેશાન જોવા મળી રહી છે.

રશ્મિએ પોતાના મિત્ર પારસ સાથે તે વિશે ચર્ચા કરી, જેણે તેને સાંત્વના આપી કે ચિંતાની કોઇ વાત નથી. જો કે જ્યારે વીકેન્ડ કા વાર એપિસોડમાં લિપ લૉક વાળા સીનનો વીડિયો દેખાડવામાં આવ્યો, જ્યાં સિદ્ધાર્થ અને રશ્મિએ એક ગ્લાસના માધ્યમથી કિસ કરી હતી. જેને લઇને રશ્મિ પરેશાન છે.

રશ્મિએ વિશાલ આદિત્ય સિંહ સાથે આ વિશે ચર્ચા કરી અને પછી વિશાલે રશ્મિને કહ્યું કે તે ભૂલ કર્યા બાદ હંમેશા પસ્તાય છે. તેને ઘણો મોડો અહેસાસ થાય છે અને રશ્મી આ વાત પર સહમત થાય છે. તે કહે છે કે આ મારી ભૂલ છે અને તે વિશાલ સાથે વાત કરતાં રડી પડે છે.

જણાવી દઇએ કે એક એપસિડોમાં સિદ્ધાર્થ શુક્લા અને રશ્મિ દેસાઈ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. સિદ્ધાર્થ અને રશ્મિ વચ્ચે શોના શરૂઆતથી જ નાની નાની વાતે ઝઘડા જોવા મળ્યા હતા.

બંનેના ઘણાં ઝઘડા થયા હતા, જેમાં ઘરવાળા પણ હેરાન થયા હતા. પરંતુ હવે બંનેની વચ્ચે રોમાંસ જોવા મળી રહ્યો છે. અને બંનેને રોમાન્સ કરતાં જોઈ ઘરવાળા આશ્ચર્યમાં પડી ગયા છે. બંનેના રોમાન્સનો વીડિયો જોવા મળી રહ્યો છે. જેમાં બંને પુલમાં રોમાન્સ કરતાં જોવા મળે છે.

આ શોમાં આવતાં પહેલા સિદ્ધાર્થ અને રશ્મિ એક ટીવી સીરિયલ ‘દિલ સે દિલ તક’માં કામ કરી ચૂક્યા છે. તે સીરિયલમાં બંને પતિ-પત્નીની ભૂમિકા નીભાવી રહ્યા હતા. આ સીરિયલમાં બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ઘણી સારી હતી. બિગ બોસના ઘરમાં બંનેની આ કેમેસ્ટ્રી જોવા મળી.

એક એપિસોડમાં જોવા મળ્યું હતું કે બધા ઘરવાળા લિવિંગ એરિયામાં ભેગા થાય છે, તેના પછી તેની સાથે ટીવી પર સિદ્ધાર્થ અને રશ્મિના સીરિયલની એક ક્લિપ ચાલે છે. આ જોઈને ઘરવાળા ખુશ થઈ જાય છે. તેના પર સના કહે છે કે, તમે બંને સાથે કેટલા સારા લાગો છો, તમે સાથે કેમ નથી રહેતા. ત્યારબાદ સિદ્ધાર્થ અને રશ્મિ બેડરૂમથી લઈ સ્વીમિંગ પુલ સુધી રોમાન્સ કરતાં જોવા મળે છે.

Read Also

Related posts

Health Tips/ ઘી સ્વાથ્ય માટે ખુબ જ ફાયદાકારક! પરંતુ શું તમને ખબર છે વધુ માત્રામાં ઘી ખાવાના ઘેરફાયદા, જાણો…

Damini Patel

આને ભુવો કહેવો કે કુવો: રાજધાની દિલ્હીમાં રસ્તા પર એટલો મોટો ખાડો પડ્યો કે લોકો જોઈને ડરી ગયા, રસ્તો કર્યો બ્લોક

Pravin Makwana

આ બેટ્સમેને 6 બોલમાં 34 રન સાથે ડેબ્યુ મેચમાં ઠોકી દીધી હતી સદી, પછી ક્યારેય પાર નથી કરી શક્યો 29 રનનો આંકડો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!