GSTV
Home » News » બિગ બોસ 13નો પ્રોમો શૂટ, નાગિન 3 એક્ટ્રેસ સાથે સલમાન ખાન કરશે ફ્લર્ટ

બિગ બોસ 13નો પ્રોમો શૂટ, નાગિન 3 એક્ટ્રેસ સાથે સલમાન ખાન કરશે ફ્લર્ટ

બિગ બોસ 13 ટીવીનો સૌથી મોટો રિયાલિટી શોમાં આવવા જઇ રહ્યોં છે. સીઝન 13ના 29 સપ્ટેમ્બરથી પ્રસારિત થવાના અહેવાલો છે. સલમાન ખાને આ શોના પહેલા પ્રોમોનું શૂટિંગ મુંબઈની ફિલ્મ સિટીમાં કર્યું છે. કલર્સ ચેનલે સલમાન ખાનના પ્રોમો શૂટની પહેલી તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તસવીરમાં સલમાન ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યોં છે. એવા અહેવાલો છે કે સલમાન ખાને નાગિન 3 ની મુખ્ય અભિનેત્રી સુરભી જ્યોતિ અને ટીવી એક્ટર કરણ વહી સાથે પ્રોમો શૂટ કર્યું છે. આ પ્રોમો ખૂબ જ મનોરંજક બની ગયો છે. જેમાં સલમાન ખાન જોગિંગ કરતી વખતે સુરભી સાથે ફ્લર્ટ કરતા જોવા મળશે.

અભિનેત્રી સુરભીને સલમાન ખાન ફૂલોનો ગુચ્છો આપશે. ત્યારે જ કરણ વહીની એન્ટ્રી થશે. જે સુરભીના પ્રેમીની ભૂમિકામાં જોવા મળશે. તેઓ સુરભીથી સલમાન ખાનના ફૂલો છીનવી લેશે. બિગ બોસ 13ની થીમ અંગે શંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શોની થીમ ભયાનક હશે. સીઝન 12 વધુ મનોરંજક બન્યુ નહીં. મનોરંજનના નામે શો બકવાસ રહ્યોં હતો.

તેથી જ મેકર્સ સીઝન 13ને સુપરહિટ અને મનોરંજક બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. બિગ બોસ 13 નો સેટ લોનાવાલાથી મુંબઇના ફિલ્મ સિટીમાં ફેરવાયો છે. એવા અહેવાલો છે કે બિગ બોસ 13 ની ઇનામ રકમ 50 લાખથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે. શોમાં મોટી મોટી હસ્તીઓને લેવાના હેતુથી ઇનામની રકમ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બિગ બોસ સીઝન 13 માટે મુગ્ધા ગોડસે, સિદ્ધાર્થ શુક્લા, માહિકા શર્મા, ચંકી પાંડે, રાજપાલ યાદવ, દેવોલિના ભટ્ટાચારજી, આદિત્ય નારાયણનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યાં છે. ટીવી પર 13 સીઝન શું ધમાલ કરે છે તે જોવું પડશે.

READ ALSO

Related posts

સુશાંત સિંહ રાજપૂતને પરણવાની ઉતાવળ, આ હસીના સાથે શરૂ કરવા માંગે છે સંસાર

Bansari

જમ્મુ-કાશ્મીરના વહીવટી તંત્રએ રાહુલ ગાંધીને Tweet કરી આપી આવી સલાહ

Arohi

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, બેના મોત 5 લોકો ઘાયલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!