GSTV
Home » News » Bigg Boss 13માં સલમાનનો હશે ખાસ અંદાજ, પ્રોમોનો આ નવો લુક થયો Leak

Bigg Boss 13માં સલમાનનો હશે ખાસ અંદાજ, પ્રોમોનો આ નવો લુક થયો Leak

બોલીવુડ એક્ટર સલમાન ખાન આજકાલ પોતાના અપકમિંગ ટીવી શૉ ‘બિગ બૉસ’ને લઇને ચર્ચામાં છે. દર વર્ષે બિગ બૉસની શરૂઆતમાં સલમાન ખાન નવા નવા લુકમાં નજરે આવે છે. તાજેતરમાં જ બોલીવુડના દબંગ એટલે કે સલમાન ખાને આ શૉ માટે પ્રોમો શૂટ કર્યો. શૂટ દરમિયાન તેનો એક ફોટો સામે આવ્યો છે જેમાં સલમાન ખાન સ્ટેશન માસ્ટરના લુકમાં નજરે આવી રહ્યો છે.

ફોટોમાં સ્ટેશન માસ્ટર સલમાન કેબિનમાં પોતાની સીટ પર બેસીને માઇક પર કંઇક બોલતો નજરે આવી રહ્યો છે. જણાવી દઇએ કે અગાઉ સલમાન શૉ માટે પાયલટ, ગાયક, માળી અને નટખટ પાડોશીના રૂપમાં નજરે આવી ચુક્યો છે. બિગ બૉસની પાછલી સીઝન બીચ થીમ પર આધારિત હતી. હાલ બિગબૉસ 13 માટે કોઇ થીમ ફાઇનલ થઇ નથી.

જણાવી દઇએ કે હોસ્ટ તરીકે ‘બિગ બૉસ 13’ સલમાન ખાનની 10મી સીઝન હશે. સપ્ટેમ્બરના અંત સુધી શરૂ થનાર આ શૉમાં આ વખતે સામાન્ય લોકો હિસ્સો નહી હોય. ગત સીઝનમાં આ ઘરનો દરવાજો સામાન્ય લોકો માટે પણ ખોલવામાં આવ્યો હતો. આ વખતે ફક્ત સેલેબ્સ જ બિગ બૉસનો હિસ્સો બનશે. ખબરોની માનીએ તો અત્યાર સુધીમાં ચંકી પાંડે, સિદ્ધાર્થ શુક્લા, દેવોલીના ભટ્ટાચાર્જી, આદિત્ય નારાયણ, મીહિકા શર્મા , મુગ્ધા ગોડસે, રાજપાલ યાદવ, ઋચા ભદ્રાના નામ શૉ માટે ફાઇનલ થઇ ચુક્યાં છે.

Read Also

Related posts

નવરાત્રિ પહેલાં બેન્કોનું કામ પતાવજો ફટાફટ, આ કારણોને લીધે રહેશે બંધ

Dharika Jansari

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!