GSTV

Bigg Boss 13: રશ્મિ દેસાઈ પર ભડકી માહિરા શર્મા, ગુસ્સામાં કહ્યું કે…

બિગબોસ -13માં વિકેન્ડનાં વાર એપિસોડમાં હંમેશાં કઈંક ને કંઈક નવું થતું રહે છે. સલમાન ખાન પોતાના ફેન્સ માટે નવી નવી ગોસિપ લઈને આવે છે. છેલ્લા ઘણા સમયથી શોની ટીઆરપી જોતાની સાથે પહેલી વખત આ સિઝનને ઘણી વખત વધારવામાં આવ્યો છે.

છેલ્લી 12 સિઝન કરતા આ સિઝનનને લઈને દર્શકોમાં ઉત્સુકતા ઘણી વધારે છે. વિકેન્ડ વાર એપિસોડમાં સલમાન ઘરવાળાનાં દરેક અઠવાડીયાનાં વર્તનને લઈને તેમની બરોબરી ક્લાસ લે છે. ક્યારેક હોસ્ટ સલમાન વધુ ગુસ્સામાં જોવા મળે છે. આ અઠવાડિયે સલમાન ખાનનાં નિશાના પર પારસ છાબડા હતા.

હવે શોનાં અપકમિંગ એપિસોડમાં દર્શકોને વધુ એક નવો ડ્રામા જોવા મળશે. આ ડ્રામા એ શોની સૌથી પ્રખ્યાત બે ક્વિન રશ્મિ દેસાઈ અને માહિરા શર્મા વચ્ચે જોવા મળશે. આ એપિસોડનાં દર્શકોને ભરપૂર મનોરંજન થશે. ઉલ્લેખનીય છે કે રશ્મિ દેસાઈ માહિરા શર્માને નબળી કંટેસ્ટેંટ બોલે છે.

ત્યાર પછી ઘરમાં જબરદસ્ત હંગામો થાય છે. તે દરમિયાન માહિરા રશ્મિને ખરી-ખોટી સંભળાવે છે અને એ કહેતા નજરે આવે છે કે તેઓ રશ્મિને નફરત કરે છે. તેનો એક વિડિયો સોશ્યલ મિડિયા પર વાયરલ થયો છે.

વિડિયોમાં જોઈ શકો છો કે માહિરા શર્મા અને રશ્મિ દેસાઈ વચ્ચે ઝગડો થતો નજરે આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક ટાસ્ક દરમ્યાન પારસ છાબડા કહેતો નજરે આવી રહ્યો છે કે જ્યારે માહિરા શર્માને ઘરવાળાઓએ નબળી કંટેસ્ટેંટ કહે છે તો તેને નફરત થાય છે. આ વાત પર સલમાન કહે છે પારસ માહિરા પોતાનાં વિશે ખુદ બોલી શકે છે. તેટલામાં વચ્ચે રશ્મિ આવી જાય છે અને કહે છે કે પારસ માહિરાને બોલવાતો દે. આ તમામ બબાલ પછી માહિરા શર્મા અચાનક અત્યંત ગુસ્સે થાય છે. માહિરાનો ગુસ્સો જોઈને બાકીનાં ઘરવાળા શોક( અચંબા) થઈ જાય છે.

READ ALSO

Related posts

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ બનવાની ચીનની મંશા પર ભારતે લગાવ્યો બ્રેક, શીને ન હતો તેનો અંદાજ

Dilip Patel

સુરતમાં લેસપટ્ટીના વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યો, આટલા લાખનો કર્યો તોડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!