GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ઝઘડામાં સિદ્ધાર્થ ડેએ આરતીને કહી ચરિત્રહીન, કશ્મિરા બોલી- રમતમાં આ બધુ થાય છે

બિગબોસમાં આરતી સિંહ અને સિદ્ધાર્થ ડે વિતેલા દિવસોમાં ખૂબ જ હંગામો કરી ચુક્યાં છે. હાલમાં બંનેનો ઝધડો થયો હતો જેમાં સિદ્ધાર્થે આરતીને ચરિત્રહીન જણાવી હતી. સાથે આરોપ લગાવ્યો હતો કે તેમણે તેને ખોટી રીતે ટચ પણ કરી હતી. જો કે તેના પર આરતીના ભાઈ કૃષ્ણા અભિષેક અને ભાભી કશ્મિરા શાહનો પક્ષ અલગ અલગ છે. એક રિપોર્ટ પ્રમાણે કૃષ્ણા આ ઘટનાથી ખૂબ જ નારાઝ છે.

કૃષ્ણાએ કહ્યું કે તે ખૂબ જ હેરાન છે તેણે કહ્યું કે જો જરૂર પડી તો તે પોતે ઘરની અંદર જઈને સિદ્ધાર્થ ડે નો સામનો કરશે અને તેને પુછશે કે તેણે જે પણ કહ્યું છે તે શા માટે કહ્યું. બીજી તરફ તેના પર કશ્મીરા શાહે કહ્યું કે આ એક રમત છે હું જાણુ છુ કે સિદ્ધાર્થ બહાર હોત તે ક્યારેય આ પ્રકારની વાત કોઈની સાથે ન કરત. મને એ પણ ખબર છે કે તેના જીવનમાં ક્યારેય એવી પરિસ્થિતી નથી આવતી જ્યારે તે કોઈનો હાથ પકડીને બેઠો હોય અને કોઈ તેના ચહેરા પર કઈપણ વસ્તુઓ નાખતુ હોય.

કશ્મીરાએ કહ્યું કે આરતીએ પોતાના ડિફેન્સમાં ટાસ્ક દરમિયાન તે દરેક વસ્તુઓ કે જેનાથી સિદ્ધાર્થ ટાસ્ક ગિવ અપ કરી દે. તેણે પણ પોતાના જીતવા માટે દરેક પ્રકારની કોશિશો કરી એટલા માટે આ શોને જે કોઈ પણ જોઈ રહ્યું છે હું તેમને એટલુ જ કહેવા ઈચ્છુ છુ કે આ માત્ર એક ટાસ્ક છે. હકિકતમાં આ બેંને વસ્તુ ક્યારેય ન થશે અને આ પ્રકારનુ વર્તન કરશે.

શોનો હિસ્સો રહી ચુકી છે કશ્મિરા શાહ

તમને જણાવી દઈએ કે કશ્મીરા શાહ બિગ બોસનો હિસ્સો રહી ચુકી છે. તેણે શોના 8માં સીજનમાં હિસ્સો લીધો હતો. આ સીજન 2008મા આવ્યું હતુ. સીધી વાત છે કે કશ્મીરા ગેમની ટેકનીક અને તેની અંદર થનાર વસ્તુઓને સારી રીતે સમજી શકતી હશે.

READ ALSO

Related posts

હવામાન વિભાગ: પ્રેશર થયું નિષ્ક્રિય, રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના નહિવત

pratik shah

વરસાદની ઋતુમાં બાળક વારંવાર બીમાર થઈ જાય છે, આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે

Dilip Patel

એક ફેક્ટરી વર્કરમાંથી કોણે બનાવ્યા જગદીપને ફિલ્મ સ્ટાર? ગરીબી એટલી હતી કે…. આ રીતે બદલાઈ ગઈ કિસ્મત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!