GSTV

Bigg Boss 13: બિગબોસનાં પૂર્વ વિજેતાએ આસિમ રિયાઝને થપ્પડ મારવાની ઈચ્છા કરી જાહેર, આ છે કારણ

બિગબોસ-13માં એક સમયે રામ-લક્ષ્મણ તરીકે ઓળખાતા અસીમ રીયાઝ અને સિદ્ધાર્થ શુક્લા હવે એકબીજાને પસંદ પણ નથી કરતા. હવે એક વખત ફરીથી સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રીયાઝનો ઝગડો એક લેવલથી ઉપર સુધી પહોંચી ગયો છે.જેમાં મારા મારીનાં દ્રશ્યો પણ ઉત્પન્ન થયા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સંબધમાં એટલી ખટાશ આવી હતી કે બન્નેનાં ઝગડાને કારણે બિગ બોસને વચ્ચે પડવું પડ્યું અને મામલો થાળે પાડ્યો હતો. હવે તેમના ઝગડાને કારણે ઘરવાળાને ખૂબ મુશ્કેલી પરેશાની થઈ રહી છે. તો બહારની દુનિયામાં પણ તેમની દરરોજની બબાલ પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કેટલાક સપોર્ટર્સ ટ્વિટ કરીને આસિમ રિયાઝને સપોર્ટ કરી રહ્યા છે, તો કેટલાક લોકો સિદ્ધાર્થ શુક્લાને સાચો ગણા રહ્યા છે. હવે સિદ્ધાર્થ – આસીમની ફાઈટ પર બિગ બોસ 10નાં વિજેતા મનવીર ગુજ્જરની પ્રતિક્રિયા આવી છે.મનવીર ગુજ્જરે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે અસીમ રીયાઝને થપ્પડ મારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

મનવીર ગુજ્જરે એક ટ્વિટ કર્યું

અસીમ રીયાઝને થપ્પડ મારવાની ઈચ્છા વ્યક્ત કરી

મનવીરે ટ્વિટ કરતા આસીમ માટે લખ્યું છે. ” પોક પોક પોક પ્રોવોક પ્રોવોક પ્રોવોક! ઈરિટેડેટ ઈરિટેડેટ, ઈરિટેડેટ ! તેને એક જોરદાર થપ્પડની જરૂરત છે. બે ચાર લોકોએ પ્રંસશા શું કરી દીધી, આસીમને લાગી રહ્યું છે કે શો તે ચલાવી રહ્યો છે!’

READ ALSO

Related posts

આ તારીખથી કાકરિયા લેક ફ્રન્ટની અન્ય એક્ટિવિટી મુલાકાતીઓ માટે થશે શરૂ, કોરોના ગાઈડ લાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva

કોરોના ગયો નથી પણ લોકોમાંથી ડર જતો રહ્યો, હેલ્પ લાઈન નંબર 104 કોલમાં થયો ધરખમ ઘટાડો

Nilesh Jethva

કોરોના મહામારીમાં નોકરી ગુમાવનારને ESIC ત્રણ મહિના સુધી અડધો પગાર આપશે, ઓનલાઈન કરી શકો છો અરજી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!