GSTV
Home » News » Bigg Boss 13ના કંટેસ્ટેન્ટની પહેલી લિસ્ટ લીક થઈ, જાણો કોના નામો છે

Bigg Boss 13ના કંટેસ્ટેન્ટની પહેલી લિસ્ટ લીક થઈ, જાણો કોના નામો છે

ટીવીનો સૌથી પ્રખ્યાત રીયાલિટી શો બિગ બોસની 13મી સીજન આવવાની છે. તેને લઈને ખાસ તૈયારી શરૂ થઈ ગઈ છે. સલમાન ખાન પોતાની આવનાર ફિલ્મોમાં વ્યસ્ત રહેશે પરંતુ સમય કાઢીને બીગ બોસ માટે શૂટ કરશે. આ વખતે બીગ બોસનો કોન્સેપ્ટ અલગ થવાનો છે. Bigg Boss 13ના કંટેસ્ટેન્ટની પહેલી લિસ્ટ લીક થઈ ગઈ છે. જેમાં કેટલાય નામો સામે આવ્યા છે. પરંતુ આ નામો ફાઈનલ નથી. આ લિસ્ટમાં કેટલાંય સેલેબ્રિટીસના નામો શામેલ છે. આ વખતે એવુ લાગી રહ્યું છે કે કોઈ પણ કોમનરને શામેલ કરવામાં આવશે નહીં. એવુ એટલાં માટે કરવામાં આવે છે કારણકે શોની ટીઆરપી દરેક સીજનમાં ઘટતી જાય છે.

મીડિયા રિપોર્ટસ મુજબ માહી વિજ, જય ભાનુશાળી અને વિવેક દહિયાને આ શો માટે લેવામાં આવ્યાં છે. ટીવીની પ્રખ્યાત એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી અને તેનો પતિ વિવેક દહિયા ટીવી પર પોતાના ફિટનેસને લઈને ખુબ જ ચર્ચામાં હોય છે. ત્યાં જ બીજી તરફ ટીવીની હિટ જોડી જય ભાનુશાળી અને માહી વિજ પણ શો પર વધુમાં વધુ ટીઆરપી ખેંચે છે.

એવુ કહેવાય છે કે જય અને માહી જડપથી માતા-પિતા બનવાના છે. એવામાં શો માટે ના પાડી શકે છે. આ લોકો સિવાય પ્રખ્યાત શો બેહદ ની એક્ટ્રસ અનેરી વજાની પણ આ લિસ્ટમાં શામેલ છે. અનેરીની બિકિની ફોટોને લઈને ખુબ જ કોન્ટ્રોવર્સી થઈ હતી.

એશીયાની સૌથી સેક્સી એક્ટ્રેસનો તાજ મેળવી ચુકેલી અભિનેત્રી નિયા શર્માને પણ બિગ બોસનો પ્રસ્તાવ મળ્યો છે. ટીવીના કેટલાંય શોમાં સ્ટ્રોંગ મહિલાના પાત્રમાં નજરે ચડનાર અભિનેત્રી અંચિત કૌરને પણ ઓફર મળી હતી. આ સીવાય એવલીન શર્મા, કોમેડીયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષનું નામ છે.

READ ALSO

Related posts

જન્માષ્ટમી પર શા માટે કાકડીના ભાવોમાં 10 ગણો વધારો થાય છે? આ છે કારણ

Kaushik Bavishi

ગૃહ મંત્રી અમિત શાહ પહેલી સપ્ટેમ્બરે આવશે ગુજરાત, આ કોલેજનું કરશે લોકાર્પણ

Nilesh Jethva

રાજ્યમાં વરસાદ બાદ પડી રહેલી હાલાકી મામલે સીએમ રૂપાણી આપ્યા આ આદેશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!