GSTV
Home » News » Bigg Boss 12: Video : શ્રીસંતે કરી શરમજનક હરકત, ભડકેલા ઘરના સભ્યોએ કર્યુ કંઇક આવું

Bigg Boss 12: Video : શ્રીસંતે કરી શરમજનક હરકત, ભડકેલા ઘરના સભ્યોએ કર્યુ કંઇક આવું

સીક્રેટ રૂમમાં રહીને ઘરમાં ફરીથી એંટ્રી કરનાર ક્રિકેટર શ્રીસંતે પોતાની ખરાબ હરકતોના લીધે લોકોની નજરમાં ઉતરી રહ્યો છે. બુધવારે થયેલા એક ટાસ્કમાં શ્રીસંતે દીપક ઠાકુરના નામ પર થૂંકીને આખા ઘરમાં નફરતનો માહોલ ઉભો કરી દીધો છે. આવી ગંદી હરકતના લીધે ફરી એકવાર શ્રીસંત ચર્ચામાં છે, ઘરમાંથી એવિક્ટ થઇને સીક્રેટ રૂમમાં જતાં ઘરવાળા ખૂબ દુખી હતા.

ઘોડા ગાડી લક્સરી ટાસ્ક દરમિયાન દીપક ઠાકુરે પોતાની ગેમ સ્ટાઇલ તરીકે ઘોડાની કેપને ઘરની અંદર છુપાવી દીધી, ત્યારબાદ દીપિકાએ દીપક ઠાકુરના પોઇંટને ભૂંસવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ દીપિકા કક્કડ અને દીપક ઠાકુર વચ્ચે બોલાચાલી શરૂ થઇ ગઇ. એટલું જ નહી, દીપિકાએ ગુસ્સામાં આવીને સ્વીમિંગ પૂલમાંથી પાણી કાઢીને દીપક પર ફેંક્યું. આમ થયા બાદ બંને વચ્ચે થોડી ગરમાગરમીનો માહોલ બન્યો. અહીં ફક્ત તૂ તૂ મેં મેં જ ન થઇ માહોલ બગડ્યો તો સુધરવાના અણસાર ખતમ જ થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Big Boss👁️ 12👁️‍🗨️ (@_big.boss.12_) on

દીપિકા કક્કડ અને દીપક ઠાકુર આ મામલે પરસ્પર ઝઘડી રહ્યા હતા કે વચ્ચે શ્રીસંત આવી પહોંચ્યો અને પોઇન્ટ ટેબલ પર લખેલું દીપકનું નામ ભૂંસવાનું શરૂ કરી દીધું. પહેલાં તેણે પાણીનો ઉપયોગ કર્યો અને પછી જ્યારે પાણી ન મળ્યું તો તેણે દીપકના નામ પર થૂંકીને તેને ભૂંસવાનું શરૂ કરી દીધું. શ્રીસંતની આ ગંદી હરકતને જોઇને બધા ઘરવાળાને ખૂબ ગુસ્સો આવ્યો અને પછી તેના પર ગુસ્સે ભરાયા. સુરભી રાણાએ શ્રીસંતને તેમની હરકત પર ખરી ખોટી સંભળાવી, સુરભીએ કહ્યું કે ‘તારી હરકતો જોઇને લાગતું નથી કે તું સેલિબ્રેટી હોય, બાળકો જેવી ગંદી હરકતો કરી રહ્યો છે.’

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!