GSTV
Home » News » Bigg Boss 12: શ્રીસંતે આ કન્ટેસ્ટન્ટ સાથે કરી લાફાવાળી, શું થશે શૉમાંથી બહાર?

Bigg Boss 12: શ્રીસંતે આ કન્ટેસ્ટન્ટ સાથે કરી લાફાવાળી, શું થશે શૉમાંથી બહાર?

બિગબૉસના ઘરમાં દરરોજ કોઇને કોઇ ધમાલ થતી રહેતી હોય છે. હાલ શૉમાં બે ટીમ બની ગઇ છે. એક ટીમમાં દીપિકા,શ્રીસંત, રોમિલ, જસલીન અને મેઘા છે. તેવામાં બીજી ટીમમાં દીપક, કરણવીર, રોહિત અને સુરભી સામેલ છે. વાત કરીએ સુરભીની તો તે હાલ દરરોજ પોતાને ઘરમાં સંચાલક તરીકે રજૂ કરે છે. તાજેતરમાં જ શ્રીસંત અને સુરભીના ઝગડાના કારણે ઘરમાં હોબાળો થયો હતો. એકવાર ફરીથી શ્રીસંતના કારણે ઘરમાં હંગામો થયો છે.

બિગબૉસમાં બુધવારે આવનારા એપિસોડની એક ઝલક દર્શાવવામાં આવી છે. તેમાં શ્રીસંત ગુસ્સામાં આવીને રોહિતને લાફો ઝીંકી દે છે. બિગ બૉસના ઘરના નિયમો અનુસાર કોઇપણ કન્ટેસ્ટન્ટ કોઇપણ ફિઝિકલ અટેક ન કરી શકે અને જો કોઇ તેમ કરે તો તેને બેઘર કરવામાં આવે છે. તેવામાં સોશિયલ મીડિયા પર તે ચર્ચા થઇ રહી છે કે શ્રીસંતને બેઘર કરવામાં આવશે તે નિશ્વિત છે. પરંતુ ફેન્સ શ્રીસંતના ગુસ્સાને અયોગ્ય પણ નથી ગણી રહ્યા. સોશિયલ મીડિયા પર શ્રીસંતને પૂરતુ સમર્થન મળી રહ્યું છે.

જણાવી દઇએ કે થોડાક દિવસ પહેલા તેણે ઘરની અંદર સ્પૉટ ફિક્સિંગ અને હરભજન સિંહની સાથે થયેલા થપ્પડ કાંડની ચર્ચા કરી હતી, ત્યારબાદ ના ફક્ત ઘરની અંદર, પરંતુ બહાર પણ શ્રીસંતની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ. તો બીજી તરફ શ્રીસંતની પત્નીએ શ્રીસંત બીમાર હોવાની જાણકારી આપી છે. આ સમાચારથી શ્રીસંતનાં ફેન્સ દુ:ખી થઈ શકે છે. સૂત્રોનું માનીયે તો ‘વીકેન્ડ કા વાર’ એપિસૉડ બાદ શ્રીસંતની તબિયત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. શ્રીસંતને દુ:ખાવો ઉપડ્યો હતો અને તેને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ ટ્વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. ભુવનેશ્વરીએ ટ્વીટમાં લખ્યું કે, ‘શ્રીસંતને અતિશય દુ:ખાવાનાં કારણે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે. જ્યારે મને ખબર પડી કે શ્રીસંતની તબિયત બગડી છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તો હું ચિંતિત થઈ ગઈ હતી. બીગ બૉસની ટીમ સાથે મારી વાત થઈ, તેઓ કહી રહ્યા છે કે શ્રીની તબિયત હવે સારી છે. પહેલા તેનું ચેકઅપ થયું અને પછી એક્સરે. તેમને અત્યારે પરત ઘરમાં મોકલવામાં આવ્યા છે. તેમના માટે પ્રાર્થના કરવા માટે આભાર.’

આ પહેલા મેચ ફિક્સિંગ પર શ્રીસંત ‘બિગ બૉસ’માં કહેતો જોવા મળ્યો હતો કે, “મે કંઇ જ નથી કર્યું, કોઈ પુરાવા પણ નથી, કંઇપણ નહોતુ તેમ છતા તેમણે મને જેલ મોકલ્યો છે. જેલ જનાર હું પહેલો ક્રિકેટર બન્યો. જ્યારે હું જેલમાં હતો ત્યારે મા ડિપ્રેશનમાં જતી રહી હતી.” તેણે જણાવ્યું હતુ કે તે આ ઘટના બાદ કેટલો ભાંગી પડ્યો હતો. રાત્રે ઊંઘી નહોતો શકતો અને દરેક ચીજથી ડરતો હતો. શ્રીસંતે એ પણ ખુલાસો કર્યો કે એકવાર તેને સ્ટેડિયમમાંથી પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

Read Also

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

આંખો પર વિશ્વાસ નહી થાય, ‘થ્રી ઇડિયટ્સ’ના વાયરસની જેમ એક જ સમયે બંને હાથે લખવાની અનોખી પ્રતિભા ધરાવે છે આ ટેણકી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!