GSTV
Home » News » શ્રીસંતની EX ગર્લફ્રેન્ડનો ચોંકાવનારો ખુલાસો, પત્નીને દગો આપી મારી સાથે…

શ્રીસંતની EX ગર્લફ્રેન્ડનો ચોંકાવનારો ખુલાસો, પત્નીને દગો આપી મારી સાથે…

બિગ બૉસ 12માં હાલ શ્રીસંત અનુપ જલોટા સાથે સીક્રેટ રૂમમાં છે. બંને એકબીજાને કંપની આપવાની સાથે સાથે ઘરના અન્ય સભ્યો પર નજર રાખી રહ્યાં છે. તાજેતરમાં જ શ્રીસંતની એક્સ ગર્લફ્રેન્ડે શ્રીસંતને લઇને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by nikesha patel (@nikesha.patel) on

એક અહેવાલ અનુસાર શ્રીસંત ઘરમાં કહે છે કે તે તેના પરવારની ખૂબ જ નજીક છે. તાજેતરમાં જ શૉમાં શ્રીસંતની પત્નીએ તેને એક મેસેજ મોકલ્યો હતો જેને જોઇને તે ભાવુક થયો હતો. પરંતુ હવે શ્રીસંતની એક્સ ગર્લફ્રેન્ડ નિકેશા પટેલે તેના પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું હતું કે તે પોતાની પત્ની ભુવનેશ્વરી અને તેને એકસાથે ડેટ કરી રહ્યો હતો

 

View this post on Instagram

 

A post shared by Bigg Boss 12 (@biggbosskhabri12) on

નિકેશાએ જણાવ્યું કે, બ્રેકઅપ બાદથી શ્રીસંતને હું ક્યારેય મળી નથી પરંતુ હું તેને બિગ બૉસના ઘરમાં જોઇ રહી છું. શ્રીસંતે ટેલિવિઝન પર કહ્યું કે તે ભુવનેશ્વરીને સાત વર્ષથી ડેટ કરી રહ્યો હતો. હું આ સાંભળીને ચોંકી ઉઠી છું કારણ કે તે સમયે તે મારી સાથે લિવ ઇનમાં રહેતો હતો.

 

View this post on Instagram

 

A post shared by nikesha patel (@nikesha.patel) on

આ ઉપરાતં નિકેશાએ જણાવ્યું કે, બ્રેકઅપ બાદ હું જલ્દી મૂવ ઑન કરી શકી ન હતી. પરંતુ આજે જ્યારે હું તેને જોઉ છું તો પૂછવા માંગુ છું કે શ્રીસંતે મારી સાથે આવું શા માટે કર્યુ. હું ઇચ્છુ છું કે શ્રીસંત જાહેરમાં મારી માફી માગે.

 

View this post on Instagram

 

A post shared by nikesha patel (@nikesha.patel) on

હવે જોવું રહ્યું કે નિકેશાના ખુલાસા બાદ શ્રીસંતની ઇમેજ પર તેની શી અસર થાય છે. ટૂંક સમયમાં શ્રીસંત ઘરની અંદર જવાનો છે.

શ્રીસંતને બિગ બૉસમાં ફેન્સનો ફુલ સપોર્ટ મળી રહ્યો છે. તાજેતરમાં જ શ્રી માટે દિપકે ગીત પણ લખ્યું હતું.

Related posts

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!