GSTV
Home » News » શ્રીસંતે જણાવી ‘થપ્પડ કાંડ’ની હકીકત, 10 વર્ષ પહેલાં ભજ્જીએ આ કારણે માર્યો હતો લાફો

શ્રીસંતે જણાવી ‘થપ્પડ કાંડ’ની હકીકત, 10 વર્ષ પહેલાં ભજ્જીએ આ કારણે માર્યો હતો લાફો

શ્રીસંત હાલ બિગબૉસના ઘરમાં દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. તેને બિગબૉસનો ફાઇનલિસ્ટ માનવામાં આવે છે ત્યાં શ્રીસંતે પોતાના જીવન સાથે સંકળાયેલી એક ઘટનાનો ખુલાસો બિગબૉસ હાઉસમાં કર્યો છે.

2007 ટી20 અને 2011 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો રહેલ શ્રીસંતે જ્યારે આ ઘરમાં એન્ટ્રી કરી હતી ત્યારથી બધાની નજર તેના પર ટકી છે. બધાને આશા હતી કે તે ક્રિકેટ સાથે જોડાયેલ પોતાના સંબંધ, વિવાદો વિશે ખુલાસો કરશે અને હવે તેણે પોતાના થપ્પડ કાંડ પર ખુલાસો કર્યો છે.

2008 આઈપીએલની પ્રથમ સીઝનમાં નેશનલ ટીમના પોતાના સાથી હરભજન સિંહ સાથે લડાઈ અને થપ્પડ કાંડ પર શ્રીસંતે કહ્યું કે, હરભજને તેને થપ્પડ મારી ન હતી. નોંધનીય છે કે, મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા હરભજન સિંહે કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમતા શ્રીસંતને થપ્પડ મારી હતી. ત્યાર બાદ શ્રીસંત મેદાન પર જ રડવા લાગ્યો હતો. આ થપ્પડ પર ખૂબ જ વિવાદ થયો હતો અને હરભજનને કેટલાક મેચનો પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો.

જોકે ભજ્જીએ ત્યારે જ પોતાના આ વ્યવહાર માટે માફી માગી હતી. એટલું જ નહીં ભજ્જીએ ઘણી વખત તેને પોતાની કારકિર્દીની મોટી ભૂલ ગણાવી ચૂક્યા છે. જોકે આ ઘટનાના 10 વર્ષ બાદ બિગ બોસમાં શ્રીસંતે ખુલાસો કર્યો છે કે હરભજને હકીકતમાં તેને મજબૂતીથી હિટ કર્યો હતો પરંતુ તે થપ્પડ ન હતી.

શ્રીસંતે કહ્યું કે, હું માનું છું કે હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગયો હતો. મેચ બાદ જ્યારે તે ભજ્જી સાથે હાથ મીલાવવા આગળ વધ્યો તો ભજ્જીએ હાથ ન મીલાવીને ઉંધો હાથ તેના ગાલ પર માર્યો. તેણે કહ્યું કે, થપ્પડ સીધા હાથે મારવામાં આવે છે, ન કે ઉંધા હાથે અને તેને થપ્પડ ન કરી શકાય.

Read Also

Related posts

જે દેશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું હતું તેને મોદીએ આ રીતે દોડતા કરી દીધા

Mayur

ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરશે આ ટીપ્સ, રાખો આટલી વાતોનું ધ્યાન

Arohi

ભવિષ્યમાં હૃદય રોગ ન થાય તે માટે તમારા બાળકને આત્યારથી જ ખવડાવો આ વસ્તુઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!