GSTV
Home » News » BB12: વર્લ્ડકપની એ ઘટના યાદ કરીને રડી પડ્યો શ્રીસંત, સચિન માટે કહી આ મોટી વાત

BB12: વર્લ્ડકપની એ ઘટના યાદ કરીને રડી પડ્યો શ્રીસંત, સચિન માટે કહી આ મોટી વાત

બિગ બૉસ 12 શ્રીસંત એક વાર ફરીથી રડતો જોવા મળ્યો. સોમવારના એપિસોડમાં તે ભાવુક થતો નજરે પડ્યો. તેણે કેમેરા સામે વર્લ્ડ કપ બાદની તે ઘટનાનો ઉલ્લેખ કર્યો જ્યારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કોઇએ તેના નામનો ઉલ્લેખ ન કર્યો અને ત્યારે સચિને શ્રીસંતનું નામ લેતા કહ્યું હતું કે શ્રીએ પણ તે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું.

શ્રીસંતે કહ્યું કે જો લોકોને લાગ્યું હોય કે હું ખોટો હોઉ અને મે કંઇ ખોટુ કર્યુ છે તો હું હ્રદયપૂર્વક માફી માંગુ છું. શ્રીસંતે કહ્યું કે, ‘જો ભગવાન ઇચ્છશે તો તે ફરીથી ક્રિકેટ રમશે. પરંતુ ત્યાં સુધીમાં મારા પગ…’ આટલું કહેતાં જ શ્રીસંત ચુપ થઇ ગયો.

શ્રીસંતે પોતાનો ચહેરો ટીશર્ટની ઢાંકી લીધો અને નાના બાળકની જેમ રડવા લાગ્યો. તે સમયે સીક્રેટ રૂમમાં અનુપ જલોટાએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો.

પૂર્વ ક્રિકેટરને આ રીતે રજતાં જોઇને અનુપ જલોટાએ તેને કહ્યું કે,’રડીશ નહી, બહાર તારા ઘણાં સમર્થકો છે.’ શ્રીસંતે કહ્યું કે કદાચ તેણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણાં દુશ્મનો ઉભા કર્યા કારણ કે તેને લાગતુ હતું કે આ જનૂન સારો છે.

ઉલ્લખેનીય છે કે ઘરના સભ્યોના સારી રીતે ન રમવાના કારણે બિગ બૉસે પણ મોટો નિર્ણય લેવાનું નક્કી કરી લીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હવે ઘરમાં થશે બ્રેકઅપ. ઘરના સભ્યોના સારી રીતે ન રમવાના કારણે બિગ બૉસે પણ મોટો નિર્ણય લેવાનું નક્કી કરી લીધું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હવે ઘરમાં થશે બ્રેકઅપ.

જણાવી દઇએ કે બિગ બૉસમાં ઘણાં એવા ટ્વિસ્ટ આવ્યાં છે જે ગત સીઝન્સમાં અંત સમયમાં જોવા મળ્યાં હતા. 4 અઠવાડિયામાં જ મેકર્સે મિડ વીક એવિક્શનની ઘોષણા કરી છે. આ અઠવાડિયે કરણવીર બોહરા, નેહા પેંડસે અને શ્રીસંત નોમિનેટ થયાં હતાં અને શ્રીસંતને વોટના આધારે સીક્રેટ રૂમમાં અનુપ જલોટા પાસે મોકલવામાં આવ્યો હતો પરંતુ ઘરના સભ્યોને લાગી રહ્યું હતું કે શ્રીસંત બેઘર થઇ ગયો છે. બિગ બૉસના ઘરમાં ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સનો દોર શરૂ થઇ ગયો છે તેમાં તેમાં કોઇ બે મત નથી કે દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહ્યું છે.

Related posts

બ્રેક્ઝિટમાં ફસાયેલા બ્રિટનનાં પ્રધાનમંત્રી થેરેસા પદ છોડવા માટે તૈયાર, 7 જૂને આપશે રાજીનામું

Mansi Patel

જમ્મુ-કાશ્મીરમાં 3 સીટો પર BJPનો કબજો, ફારુખ અબ્દુલ્લાએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી જીતની ઉજવણી

Bansari

અમદાવાદ: જુની અદાવતમાં યુવકની હત્યા, રામોલ પોલીસે 8ની કરી ધરપકડ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!