GSTV
Home » News » આ છે બિગબોસ હાઉસનો માસ્ટરમાઇન્ડ, તેની માઇન્ડ ગેમથી ઉડ્યાં કન્ટેસ્ટન્ટ્સના હોશ

આ છે બિગબોસ હાઉસનો માસ્ટરમાઇન્ડ, તેની માઇન્ડ ગેમથી ઉડ્યાં કન્ટેસ્ટન્ટ્સના હોશ

બિગ બૉસ 12ના સોમવારના એપિસોડમાં શ્રીસંત પહેલીવાર આટલા વ્યાપક સ્તરે પ્લાનિંગ કરતાં જોવા મળ્યો હતો. શ્રીસંત કેપ્ટન્સી ટાસ્ક માટે પહેલીવાર ઘરમાં આટલો એક્ટિવ જોવા મળ્યો. શ્રીસંતે સ્પષ્ટરૂપે દીપક ઠાકુરને કહ્યું કે જ્યાં સુધી હું ગેમ નહી રમું ત્યાં સુધી તને ખ્યાલ જ નહી આવે. શ્રીસંત કહે છે કે આ ખેલ તેના માટે જ બનાવવામાં આવ્યો છે. તે પહેલીવાર ઘરમાં આટલો કેન્ફિડન્ટ જોવા મળ્યો.

સામાન્ય રીતે ઘરમાં રોતા અને બહાર નીકળવાનો પ્રયાસ કરતાં જોવા મળતો પૂરાવ ક્રિકેટર શ્રીસંત હવે માઇન્ડ ગેમ રમવા લાગ્યો છે. શ્રીસંત ઘરની અંદર બીજો માસ્ટરમાઇન્ડ બની શકે છે. કેપ્ટન્સી ટાસ્કમાં પહેલા શ્રીસંત ઘણો એક્ટિવ જોવા મળ્યો અને તેની પ્લાનિંગ વિશે જાણીને ઘરના સભ્યો પણ મુંઝવણમાં મુકાઇ જાય છે. નેહા પેંડસે અને જસલીનના ચહેરા પર તણાવ સ્પષ્ટપણે જોવા મળ્યો.

બિગ બૉસમાં રવિવારે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. સલમાને અનુપ જલોટા અને જસલીનને અલગ કરતાં અનુપને સીક્રેટ રૂમમાં મોકલ્યાં હતાં. જસલીન અન્ય સભ્યો સાથે બિગ બૉસ હાઉસમાં જ છે. તેવામાં ઘરના સભ્યોને લાગી રહ્યું છે કે અનુપ જલોટા ઘરમાંથી બહાર ચાલ્યાં ગયાં છે. પરંતુ તેમને તે ખ્યાલ નથી કે અનુપ સિક્રેટ રૂમમાં છે. અનુપ સિક્રેટ રૂમમાંથી બધા જ સભ્યોને જોઇ રહ્યાં છે અને સાથે જ તેમની નજર જસલીન પર પણ છે.

અનુપના ગયાં બાદ જસલીન શિવાશીષની વધુ નિકટ આવી રહી છે. શિવાશીષ ચેન્જિંગ રૂમમાં જસલીનની સામે જ શર્ટલેસ થઇ જાય છે. તેવામાં શ્રીસંત ત્યાં પહોંચે છે અને તે શિવાશીષને કહે છે કે, આ શું થઇ રહ્યું છે અને અનુપજીના જવાની સાથે જ જસલીન સામે આ હરકતો કરવાનું શરૂ કરી દીધું છે.

ઉલ્લેખનીય છે કે અનુપ જલોટા ઘરમાંથી બહાર નથી આવ્યાં પરંતુ તેઓ સીક્રેટ રૂમમાંથી ઘરનાં દરેક સભ્યોની હિલચાલ પર નજર રાખી રહ્યાં છે. તેમના બહાર જતાંની સાથે જ જસલીનની સાથે સાથે દિપિકા કક્કડ અને કરણવીર બોહરા પણ ભાવુક થઇ જાય છે.

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!