GSTV
Home » News » શિલ્યા શિંદેની ફરી થશે ‘Bigg Boss 12’માં એન્ટ્રી, ઘરમાં જઈને કરશે આ કામ

શિલ્યા શિંદેની ફરી થશે ‘Bigg Boss 12’માં એન્ટ્રી, ઘરમાં જઈને કરશે આ કામ

બીગ બોસ સિઝન 12માં કન્ટેસ્ટન્ટની વચ્ચે ઘમાસાન ચાલુ છે. જોડીઓ ટૂટી ગયા પછી બધા ખેલાડીઓ પોતાની રમત એકલા જ આગળ રમી રહ્યા છે. અત્યાર સુધી સલમાન ખાન ઘરના કન્ટેસ્ટન્ટથી કંઇ વધુ ખુશ જાવા મળ્યા નથી અને ભાગ લેનારાઓને વચ્ચે વચ્ચે તેના ગુસ્સાનો ભાગ પણ બનવું પડ્યું છે. હવે જાણવા મળી રહ્યું છે કે કન્ટેસ્ટન્ટને પ્રેરણા આપવા માટે શોમાં શિલ્પા શિંદેની એન્ટ્રી થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિલ્પા ઘરમાં થોડા દિવસો માટે આવશે અને શોમાં ભાગ લેનારાઓ સાથે સમય વિતાવશે. આ દરમિયાન તે કન્ટેસ્ટન્ટને ગેમ માટે વિનિંગ ટીપ્સ પણ આપશે.

નજીકના સૂત્રોએ જાણાવ્યા અનુસાર ‘મેકર્સ શોમાં કંઈક મસાલો લાવવા માંગે છે. ઘરના લોકો હાલમાં જાણ નથી કે શિલ્પા શોમાં માત્ર એક મહેમાન તરીકે જ એન્ટ્રી કરશે.’

શિલ્પા છેલ્લા વર્ષમાં અદભૂત રમત રમી હતી. તે શોની શરૂઆતથી અંત સુધી સૌથી વધુ મનોરંજન આપવામાં સફળ રહી હતી. કિચનમાં મોટેભાગે સમય વિતાવવાના કારણે તેને શોમાં માતાનું નામ મળ્યું અને તેને શોમાં માતા કહેવામાં આવ્યું.

શોના કન્ટેસ્ટન્ટ વિકાસ ગુપ્તા સાથે તેમની લડાઈ ચર્ચામાં રહી છે. જોકે પછી બંને વચ્ચેના મતભેદ દૂર પણ થઈ ગયા હતા. પરંતુ બંનેના ઝઘડા ગયા વર્ષે ચર્ચામાં રહ્યા.

શોમાં એક નવી કન્ટેસ્ટન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. આ બીજુ કોઈ નહીં, પણ બિગ બોસ મરાઠીના વિજેતા મેઘા ધાડેએ પણ એન્ટ્રી લઈ લીધી છે. જોવાની વાત એ હશે કે શિલ્પા શંદેના આવ્યા બાદ શોમાં શું ટ્વીસ્ટ આવે છે અને તેની TRPમાં શું તફાવત પડે છે.

Read Also 

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

આલિયા ભટ્ટે દીપિકા અને કેટરિનાને પણ છોડી દીધી પાછળ, મેળવી લીધો આ એવોર્ડ

Dharika Jansari

લ્યો બોલો! ટાઇગર શ્રોફના કહેવાથી દિશા પટાણીએ બ્લોકબસ્ટર ફિલ્મ છોડી દીધી !

Bansari
Do NOT follow this link or you will be banned from the site!