GSTV
Home » News » Bigg Boss 12 : સપના ચૌધરીના ડાન્સે લગાવી આગ, હાઉસફુલ થયો શૉ

Bigg Boss 12 : સપના ચૌધરીના ડાન્સે લગાવી આગ, હાઉસફુલ થયો શૉ

બિગ બૉસના દિવાલી ધમાકા વીકમાં શિલ્પા શિંદે અને વિકાસ ગુપ્તા બાદ સપના ચૌધરીએ એન્ટ્રી મારી છે. હરિયાણાની સ્ટાર  ડાન્સર સપના ઘરમાં સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપશે. સપના ચૌધરીનો ધમાકેદાર ડાન્સ જોવા માટે ઘરના સભ્યોને ટિકિટ લીધા બાદ જ એન્ટ્રી મળશે.

ગુરુવારના એપિસોડમાં સપનાના ડાન્સ મૂવ્સ જોવા મળશે. દિવાળીના અવસરે ઘરમાં આ મસ્તીની પળો તમામ સભ્યો એન્જોય કરતાં જોવા મળશે.

સપના ચૌધરી સાથે ઘરના તમામ સભ્યો પણ ઠુમકા લગાવતાં જોવા મળશે. કરણવીર, સુરભી, સોમી ખાન, દીપીકા કક્કર, સૃષ્ટિ રોડ્, દિપક ઠાકુરે પણ સપના સાથે ઠુમકા લગાવ્યા.

સપના ચૌધરીના આવવા પર ઘરના સભ્યો રોમીલ સાથે મસ્તી કરે છે. કરણવીર કહે છે બિગ બૉસમાં આવી રહેલી હરિયાણાની સપના ચૌધરી રોમિલ ચૌધરીને મળવા અાવી છે. બંને હરિયાણવી છે તેથી ઘરના સભ્યોએ રોમિલ સાથે મસ્તી કરી હતી.

ઉલ્લેખનીય છે કે સપના બિગ બૉસની 11મી સીઝનનો હિસ્સો હતી અને સપના શૉની સ્ટ્રોન્ગ પ્લેયર હતી. તેની હિના ખાન સાથે સારી બોન્ડીંગ હતી. સપના શૉમાંથી જલ્દી બહાર આવી ગઇ હતી. પરંતુ બિગ બૉસના મંચ પર આવ્યાં બાદ તેની પોપ્યુલારીટીમાં ચાર ચાંદ લાગી ગયાં છે.

Read Aslo

Related posts

સીજેઆઈ રંજન ગોગોઈ થયા નારાજ, પૂર્વ આઈપીએસના એક પુસ્તક મામલે થઈ જોરદાર ઉગ્ર દલીલો

Mayur

Diabetes Diet : આજે જ બનાવો ખજૂર-કાજુનાં લાડુ, ડાયાબિટીઝ રહેશે હંમેશા કંટ્રોલ

Mansi Patel

અયોધ્યા વિવાદ : કોર્ટની સુનાવણીમાં આ એકમાત્ર વ્યક્તિને અપાઈ છે Y કક્ષાની સુરક્ષા, જાણો કોણ છે?

Mayur
Do NOT follow this link or you will be banned from the site!