Bigg Boss ફિનાલેમાં સલમાને કર્યુ મોટુ બ્લન્ડર, એક્સ કન્ટેસ્ટન્ટે કર્યો એવો ખુલાસો કે દંગ રહી જશો

બિગબૉસ 12ના વિજેતાની ઘોષણા થઇ ચુકી છે. શ્રીસંત, દીપક ઠાકુર અને દીપિકા કક્કડ વચ્ચે ચાલી રહેલી ફિનાલેની રેસમાં દીપિકા કક્કડ બાજી મારી ગઇ. બિગ બોસ ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ -5 દીપિકા કક્કડ, શ્રીસંત, રોમિલ ચૌધરી, દીપક ઠાકુર અને કરનવીર બોહરા પહોંચ્યા હતા. જોકે ફિનાલેની શરૂઆતમાં જ કરનવીર બોહરા એલિમિનેટ થઇ ગયો. એ બાદ રોમિલ ચોધરી ટોપ 2ની રેસમાંથી બહાર થઇ ગયો. બિગ બોસના ફિનાલેમાં જબરદસ્ત ટ્વીસ્ટ આવ્યો જ્યારે ઘરમાં રહેલા લોકોને પૈસા લઇ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. જેમાં દીપક ઠાકુરે રકમ લઇ અલવિદા કહ્યું. સલમાને પણ દીપકના આ નિર્ણયની તારીફ કરી હતી.
Gyaani baba ka bhi title mila #RomilChoudhary ko ek fan se! Do you agree with her? #BB12 #BiggBoss12 #BiggBoss12Finale pic.twitter.com/XBVkO27XZr
— COLORS (@ColorsTV) December 30, 2018
ફિનાલેમાં સલમાને ટૉપ-3 કન્ટેસ્ટન્ટને 20 લાખ રૂપિયા લઇને શૉમાંથી ક્વીટ કરવાનો ઓપ્શન આપ્યો. દીપકે આ રકમ લઇને શૉમાંથી બહાર જવાનો નિર્ણય લીધો. દીપકના બહાર જતાં જ સલમાન ખાને જણાવ્યું કે આ બિગ-બૉસના ઘરમાં સૌથી મોટી એક્ઝિટ અમાઉન્ટ છે. પરંતુ અહીં સલમાન ખાને મોટી ભૂલ કરી દીધી જેનો ખુલાસો એક્સ કન્ટેસ્ટન્ટ પ્રીતમ સિંહે સોશિયલ મીડિયા પર કર્યો.
Such a blunder 25 lac toh Mein leke nikala tha #creativeblunder @BiggBoss @ColorsTV
— Pritam Singh (@iampritampyaare) December 30, 2018
પ્રીતમે ટ્વિટર પર લખ્યું કે આ મોટી ભૂલ હતી. 25 લાખ રૂપિયા લઇને તો હું શૉમાંથી બહાર આવ્યો હતો. પ્રીતમ સિંહની આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે પ્રીતમ સિંહે બિગબૉસની 8મી સીઝનમા ભાગ લીધો હતો. દીપકની જેમ તેણે પણ બ્રીફકેસ લઇને ઘરમાંથી બહાર જવાનો નિર્ણય લીધો હતો. તે બાદ ગૌતમ ગુલાટી તે સીઝનનો વિજેતા બન્યો હતો.
🤣🤣🤣🤣 I said the same to @bombaysunshine while contestants were asked to guess the amount. https://t.co/NStmo5f5Wa
— Bhuvneshwari Sreesanth (@Bhuvneshwarisr1) December 30, 2018
પ્રીતમની આ ટ્વીટ પર શ્રીસંતની પત્ની ભુનેશ્વરીએ મજાક કરતાં રિપ્લાય કર્યો કે, આ તો ક્રિએટીવ ટીમની ભૂલ છે. હું આ વાત કરણવીરની પત્ની ટીજે સાથે કરી રહી હતી.
Winner #BB12 @ms_dipika.#BB12GrandeFinale #BiggBoss12Finale pic.twitter.com/HpBdq4nfnd
— COLORS (@ColorsTV) December 30, 2018
જણાવી દઇએ કે 15 સપ્તાહ સફળતા પૂર્વક પસાર કરીને આખરે દિપીકાના શિરે બિગ બોસનો તાજ આવી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે દીપિકા કક્કરના સિવાય મજબૂત દાવેદાર તરીકે શ્રીસંત પણ હતો, પણ તે જીતી ન શક્યો. શ્રીસંત રનર અપ રહ્યો જ્યારે દીપિકાએ ટ્રોફિ મેળવી લીધી. જેનાથી શ્રીસંતના ફેન્સ નિરાશ પણ થયા હતા કારણ કે શ્રીસંત બિગ બોસમાં જીતનો મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.
Read Also
- દૂધ ડેરીના મંત્રી 27 લાખ લઈને જઈ રહ્યા અને લૂંટારાઓ આવી ગયા પણ અજમાવ્યો આ રસ્તો
- સિદ્ધુની હકાલપટ્ટી પહેલાંથી જ નક્કી હતી, 5 દિવસ પહેલાના આ Videoથી થયો મોટો ખુલાસો
- અમદાવાદમાં ચાનું વેચાણ કરતો આ દેશભક્ત પોતાની એક દિવસની કમાઈ ઘરે નહીં લઈ જાય
- Video: ખેલાડીએ એવો કેવો બોલ ફેંક્યો કે સીધું અમ્પાયરનું માથુ જ ફોડી નાંખ્યુ
- કેટલી હદે હિંદુસ્તાન નામ ખુંચતુ હશે, ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની પર ડાન્સ કર્યો તો સ્કુલ જ બંધ કરાવી દીધી