GSTV
Home » News » Bigg Boss 12: શ્રીસંતે સુરભી પર લગાવ્યો આરોપ, બાથરૂમમાં સંતાઇને કરે છે આ કામ

Bigg Boss 12: શ્રીસંતે સુરભી પર લગાવ્યો આરોપ, બાથરૂમમાં સંતાઇને કરે છે આ કામ

બિગ બૉસના ઘરમાં અવારનવાર કંઇકને કંઇક ડ્રામા જોવા મળતાં જ હોય છે અને જ્યારેથી બિગ બૉસ હાઉસમાં શ્રીસંતની રિએન્ટ્રી થઇ છે ત્યારથી તેની વર્તણુક જ બદલાઇ ગઇ છે. કોઇને કોઇ કન્ટેસ્ટન્ટ સાથે તેની બોલાટાલી થતી રહે છે અને તેવામાં હવે તેણે સુરભી પર એક આરોપ લગાવ્યો છે.

જો વાત કરીએ સુરભિ રાણાની તો જ્યારથી બિગ બૉસ હાઉસમાં તેની એન્ટ્રી થઈ છે, ત્યારથી ઘરમાં રોજ નવી ધમાલ થઈ રહી છે. હાલમાં જ શ્રીસંતે સુરભિ પર આરોપ લગાવતા કહ્યું છે કે, સુરભિ ઘરની અંદર બાથરૂમમાં સિગરેટ પીએ છે. આ વાત સાંભળીને ઘરની દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી જાય છે. તો બીજી તરફ સુરભિ આ બધું સાંભળીને ગુસ્સે થઈ જાય છે અને શ્રીસંત સાથે ઝઘડો કરે છે. સુરભિએ કહ્યું હતું કે, જે વાત તેની મમ્મીને હર્ટ કરે એવું કોઈ કામ તે ન કરી શકે અને શ્રીસંતને આવી ખોટી વાતો ન ફેલાવવા માટે કહે છે. ત્યારબાદ તે ગુસ્સે થઈ જાય છે અને જ્યારે જસલીન તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે તો તે જસલીનને પણ ખરી-ખોટી સંભળાવે છે.

સુરભિ આ બાબતે ઘરના દરકે સભ્યો પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે અને તે ઘરના તમામ સભ્યો વિશે અભદ્ર ટિપ્પણીઓ કરે છે. જેને લઈ ઘરનાં દરેક સભ્યો તેનાંથી દૂરી બનાવી લે છે. ઘરનાં સભ્યો સુરભિનાં સ્મોકિંગનાં મુદ્દાને ઉઠાવી સુરભિને કાલ કોઠરીની સજા કરે છે. જેને લઈ સુરભિ પોતાનું ટેમ્પર ગુમાવીને જેલમાં શ્રીસંત અને દીપિકાને હેરાન કરવાનો પ્લાન બનાવે છે. જેને લઈ શ્રીસંત ગુસ્સે થઈ જાય છે.

Related posts

Photos: કપડા પહેર્યા વગર ભોજન બનાવે છે આ શેફ, કરે છે અધધધ… કમાણી

Arohi

OMG…! વોર ફિલ્મની સક્સેસ પાર્ટીમાં વાણીએ દિશાને કરી KISS, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ

Dharika Jansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!