GSTV
Home » News » Bigg Boss 12: સલમાને ઉઠાવ્યા શ્રીસંતની સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર સવાલ

Bigg Boss 12: સલમાને ઉઠાવ્યા શ્રીસંતની સ્પોર્ટ્સમેન સ્પિરિટ પર સવાલ

બિગ બોસ 12માં શ્રીસંતનો ડ્રામા પહેલા દિવસથી જ ચાલુ છે. નાની-નાની વાતે રાવુ અને કાઈ પણ ટાસ્ટ વચ્ચે જ મુકીને જતુ રહેવું તેના માટે સામાન્ય વાત બની ચુકી છે. બિગ બોસના નવા પ્રોમો વીડિયોમાં શ્રીસંતના વર્તન પર સલમાન શ્રીસંતથી નારાજ નજર આવી રહ્યા છે અને સલમાને તેની સ્પોર્ટમેનશિપ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

સલમાન શ્રીસંતને સવાલ પુછી રહ્યા છે કે તેણે વચ્ચે જ ટાસ્ક શા માટે મુકી દીધો? આ સવાલ પર શ્રીસંતના ચહેરાના હાવ ભાવ ઉડી જાય છે. વધુમાં સલમાન કહે છે કે, જે લોકો ટીવી પર હાલ તેમને જોઈ રહ્યા હશે તે એ વિચારી રહ્યા હશે કે શું આ એ જ શ્રીસંત છે જે ઈન્ડિયા માટે રમી રહ્યો હતો. આમ કહેવાના કારણે શ્રીસંત ગભરાયેલો જોવા મળે છે.

આ ઉપરાંત વીડિયોમાં શોની કન્ટેસ્ટન્ટ સુરભી પણ શ્રીસંતની આલોચના કરતી જોવા મળી રહી છે. તેણે શ્રીસંત પર નિશાન સાધતા જણાવ્યું કે, લોકોનું ધ્યાન પોતાની તરફ કરવા માટે શ્રીસંત દરેક પ્રકારની નોટંકી કરે છે પરંતુ જ્યારે વાત આવે છે ટાસ્કમાં મદદ કરવાની તો તે કઈ પણ નથી કરતા.

શ્રીસંતે હાલમાં જ સુરભી પર આરોપ લગાવ્યો હતો કે તે રોજ વોશરૂમમાં સિગરેટ પીવે છે. પરંતુ જ્યારે આ વાત દીપર ઠાકુર સુરભિને કહે છે તો તે કસમ ખાઈને કહે છે કે તેણે આવુ કંઈ જ કર્યું નથી. હવે વીક અન્ડ પર માલુમ પડશે કે સુરભિ અને શ્રીસંત માંથી કોની વાત સાચી છે.

 

 

Related posts

બહેનનું ભાવી સાળા સાથે ગોઠવવા માટે બનેવીએ પિતાજીનું અપહરણ કરી લીધું

Mayur

એન્જિનિયરિંગ કર્યા બાદ પણ ૩ વર્ષ સુધી નોકરી નહીં મળતા યુવકનો આપઘાત

Mayur

આ વ્યક્તિના ખાતામાં અચાનક જમા થવા લગ્યા ઢગલો રૂપિયા, તપાસ કરતા જાણ થઈ કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!