GSTV
Home » News » અનુપ સાથેના રિલેશનશીપથી શૉક્ડ છે જસલીનના પિતા, આપ્યું આવું રિએક્શન

અનુપ સાથેના રિલેશનશીપથી શૉક્ડ છે જસલીનના પિતા, આપ્યું આવું રિએક્શન

બિગબોસના ઘરમાં અનુપ જલોટા અને જસલીનની એન્ટ્રીથી હોબાળો મચી ગયો છે. સૌથી વધુ ચોંકાવનારુ નિવેદન આપતા બંને સ્ટાર્સે જણાવ્યું કે તેઓ પહેલીવાર પોતાના રિલેશનશીપનો ખુલાસો જાહેરમાં કરી રહ્યાં છે. તે પછી પહેલીવાર જસલીનના પિતા કેસર મથારૂનું નિવેદન સામે આવ્યું છે.

એક અહેવાલ અનુસાર કેસર મથારૂએ જણાવ્યું કે, આ ખબર તેમના અને તેમના પરિવાર માટે ખૂબ જ ચોંકાવનારી છે. જ્યાં સુધી જસલીન બિગબૉસના ઘરમાં છે ત્યાં સુધી હું આ અંગે કંઇ કહેવા નથી માંગતો. તેને મળ્યાં બાદ જ હું આ અંગે કોઇ નિવેદન આપીશ. તે હાલ શૉમાં છે અને અમે ઇચ્છીએ છીએ કે તે આ શૉ જીતે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે એક સારા પરિવારમાંથી આવીએ છીએ. મારી દિકરીનું ઇન્ડસ્ટ્રીમાં નામ છે. તેવામાં અમને કોઇ ચીપ પબ્લિસીટીની જરૂર નથી.

બિગબૉસ 12ના મંચ પર રવિવારે સૌથી મોટો ખુલાસો ત્યારે થયો  જ્યારે ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારુએ જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. લાંબા સમયથી અનુપ જલોટાની શિષ્યા રહેસી ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુએ આજે બિગ બોસના મંચ પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

આ જોડીને વિચિત્ર એટલા માટે કહી શકાય કારણ કે તેમની ઉંમર વચ્ચે 37 વર્ષનું અંતર છે. 28 વર્,ય જસલીન અને 65 વર્ષના અનુપ જલોટા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

જસલીને જણાવ્યું કે તેઓ હજુ સુધી તેમના આ રિલેશનશીપ વિશે જાહેરમાં વાત કરવા માટે તૈયાર ન હતાં પરંતુ હવે તે પોતાના પ્રેમને દુનિયાની સામે લાવવા માટે તૈયાર છે. ભજન સમ્રાટ અનુપ જલોટા તેની પહેલાં ત્રણ વાર લગ્ન કરી ચુક્યાં છે. તેમની પહેલી પત્ની ગાયિકા સોનાલી સેઠ હતી. સોનાલી સેઠ બાદ તેમણે બિના ભાટિયા સાથે અરેન્જ મેરેજ કર્યા હતાં પરંતુ તે પછી તેમના ડાયવોર્સ થઇ ગયાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu??? (@jasleenmatharu) on

તે પછી તેમણે ત્રીજા લગ્ન પૂર્ન વડાપ્રધાન આઇ કે ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે કર્યા હતાં પરંતુ વર્ષ 2014માં મેઘાનું નિધન થયું હતુ. હવે અનુપ જલોટા અને જસલીન ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે.

Related posts

3 બાળકોને ઘરમાં પૂરી નવા બૉયફ્રેન્ડ સાથે સૂવા મહિલા ગઈ હોટેલમાં, પછી મળી એવી સજા કે…..

NIsha Patel

ઠંડીમાં વાળ ડ્રાય થતા બચાવવા લગાવો આ 3 માંથી 1 હોમમેડ કંડિશનર, એકપણ નુકસાન વગર આપશે ફાયદા

NIsha Patel

લોટમાં ઉમેરો આ 1 ખાસ વસ્તુ, બધી જ રોટલી બનશે ફૂલીને દડા જેવી, સાથે-સાથે એકદમ સોફ્ટ પણ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!