GSTV
Home » News » BIG BOSS : જસલીને અનુપ જલોટા સાથે બેડ શેયર કરવા પર કર્યો મોટો ખુલાસો

BIG BOSS : જસલીને અનુપ જલોટા સાથે બેડ શેયર કરવા પર કર્યો મોટો ખુલાસો

સલમાનખાનના પોપ્યુલર શો બિગબોસ 12ની હાલમાં ભારે ચર્ચા જાગી છે. હાલમાં બિગબોસના તમામ ફેનની નજર માત્ર અનુપ જલોટા અને જસલીન પર જ મંડાઈ છે. તમામને જસલીન અને અનુપ જલોટાની પ્રેમલીલામાં જ રસ છે. બિગબોસની 12મી સિઝનના પ્રથમ અેપિસોડથી લોકોઅે સોશિયલ મિડિયા પર અનુપ જલોટા અને જસલિનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. અા દરમિયાન જસલીને અનુપ જલોટા સાથે બેડ શેર કરવા બાબતે મોટો ખુલાસો કર્યો છે.

દેશના પ્રખ્યાત સિંગર અનુપ જલોટા પોતાનાથી 37 વર્ષ નાની જસલીન સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં જોડાયેલા છે. અા બાબતે બિગ બોસના પ્રીમિયરમાં ખુલાસો થયો તો સલમાન સાથે હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયાને તો તગડો ઝટકો લાગતાં રાતભર લોકોઅે અા બાબતે અનુપ જલોટાને ટ્રોલ કરે રાખ્યા અને અનુપ સામે બિભત્સ કોમેન્ટો પણ કરી દીધી.

બિગબોસના સભ્યોઅે પણ ઘરમાં તેમના સંબંધ બાબતે પૂછીપૂછીને તેમના નાકમાં દમ લાવી દીધો છે. જોકે, તાજા સમાચાર અે છે કે, જસલીને અનુપ જલોટા સાથે બેટ શેયર કરવા માટે સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જસલીને ઘરમાં સિંગલ બેડની પસંદગી કરી છે. અનુપે જસલીનના બાજુમાં બેડ લેવાનો ભરપૂર પ્રયાસ કર્યો પણ તેમાં તેઅો સફળ રહ્યા નથી.

જસલીનની અાજુબાજુના બંને બેડ રિઝર્વ થઈ ગયા છે. અા બાબતે અનુપે જણાવ્યું છું કે હું તો અેકલો થઈ ગયો છું હવે હું ખુલ્લામાં અેકલો સૂઈ જઈશ. અા બાબતે જસલીને અનુપને કહ્યું તમે રાહ જુઅો તમને કોઈ પાર્ટનર મળી જશે.

જસલીનના પિતા અા બાબતને સ્વીકારવા તૈયાર જ નથી તેમની દિકરી અને અનુપ જલોટા વચ્ચે કોઈ સંબંધ હોઇ શકે. જ્યાં સુધી દિકરી સાથે વાત નહીં કરે ત્યાં સુધી અા બાબતે હું ખુદ પણ અજાણ છું. મારી દિકરી પ્રોફેશનલ સીગર છે. જેને બોલિવૂડમાં મોટા મોટા સિંગર સાથે ગીતો કમ્પોઝ કર્યા છે.

 

 

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!