Bigg Boss 12: શૉમાં આવશે ડબલ ટ્વિસ્ટ, એકસાથે આ બે કન્ટેસ્ટન્ટ થશે બેઘર

બિગ બૉસમાં આ અઠવાડિયે એક મોટો ટ્વિસ્ટ જોવા મળશે. આ અઠવાડિયે એક નહી પરંતુ બે કન્ટેસ્ટન્ટ્સ બેઘર થઇ જશે તેવું જાણવા મળી રહ્યું છે. બિગ બૉસના ખબરીએ જણાવ્યા અનુસાર, મરાઠી બિગ બૉસની વિજેતા મેઘા ધડે અને જસલીન મથારુ ઇવિક્ટ થઇ જશે. દીપિકા, દીપક અને રોમિલ સુરક્ષિત થઇ જશે.

રિપોર્ટસ અનુસાર, શનિવારે ‘વીકેન્ડ કા વાર’ એપિસોડમાં સલમાન ખાન મેઘા ધડે અને જસલીન મથારુને શૉમાંથી બેઘર કરશે. ગત અઠવાડિયે સલમાને કોઇને બેઘર કર્યા ન હતા. કદાચ તેથી જ આ અઠવાડિયે ડબલ ઇવિક્શન કરવાનો નિર્ણય લેવાઇ શકે છે.

જસલીને શૉમાં 65 વર્ષીય ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે એન્ટ્રી કરી હતી. તે સમયે જસલીને દાવો કર્યો હતો કે તે જલોટા સાથે ગત ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે. જો કે પછીથી અનુપે શૉમાંથી બહાર આવ્યાં બાદ આ દાવાને નકારી કાઢ્યો હતો. તેવામાં બિગ બૉસ મરાઠીની વિનર મેઘા ધડેએ વાઇલ્ડ કાર્ડ દ્વારા શૉમાં એન્ટ્રી કરી હતી.

શૉમાં આગળ શું થશે

બિગ બૉસની 12મી સીઝન પૂરી થવામાં હવે ફક્ત ત્રણ અઠવાડિયા જ બચ્યા છે. ત્રીજા અઠવાડિયે બિગ બૉસ-12ના વિનરના નામની ઘોષણા કરવામાં આવશે. આ વચ્ચે શૉમાં અનેક ટ્વિસ્ટ જોવા મળશે.

ફાઇનલ વીકમાં કોઇ પાંચ કન્ટેસ્ટન્ટ પહોંચશે. આ પાંચમાંથી કોઇ એક ફાઇનલ મીડ વીકમાં ઇવિક્ટ થઇ જશે. આગામી બે અઠવાડિયામાં ત્રણ લોકો બેઘર થશે. એટલે કે કોઇ એક અઠવાડિયામાં ફરીથી ડબલ ઇવિક્શન થશે.

આ જ બે અઠવાડિયામાં સૌથી મહત્વનો ‘મૉલ ટાસ્ક’ પણ થશે. મૉલ ટાસ્કમાં કોઇપણ બે ખાસ સભ્યોને મુંબઇ/પુણેના મૉલમાં લઇ જઇને જનતાને મળવાની તક આપવામાં આવશે. ગત સીઝનમાં હિના ખાન અને શિલ્પા શિંદે મુંબઇના એક મૉલમાં ગયાં હતાં અને ત્યાં તેમના હજારો ફેન્સ એકઠા થયાં હતા.

જણાવી દઇએ કે સોશિયલ મીડિયા પર રોમિલ,શ્રીસંત, દીપિકા અને દીપક સૌથી વધુ ચર્ચામાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter