Bigg Boss 12: અનૂપ જલોટાના આ નિવેદનથી શૉક્ડ થઇ ગઇ જસલીન, ગુસ્સાથી થઇ લાલચોળ

‘બિગબૉસ 12’ના ઘરમાંથી બેઘર થયાં બાદ અનુપ જલોટા અને જસલીનમથારૂ અને તેના પિતાને એક્સપોઝ કરતાં કહ્યું કે તેના અને જસલીનને આ વાત ગત સીઝનનીવિનર શિલ્પા શિંદેએ જણાવી હતી. જે બાદ જસલીન પરેશાન થઇ ગઇ હતી.

જસલીનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે બિગ બોસની રંગોલી સ્પર્ધામાં વ્યસ્ત હતી. આ સમયે તેની સાથે ‘બિગ બોસ 11’ની વિજેતા શિલ્પા શિંદે અને માસ્ટર માઇન્ડ વિકાસ ગુપ્તા પણ હતા.

હાલમાં મીડિયા સાથેની વાતચીતમાં અનુપ જલોટાએ કહ્યું કે, જસલીન સાથેની રિલેશનશીપ પ્લાન કરવામાં આવી હતી. શોના પ્રીમિયરમાં રિલેશનશીપની વાત સાંભળીને મને આઘાત લાગ્યો. અનુપ જલોટાએ દાવો કર્યો કે આ શો સ્ક્રિપ્ટેડ હોય છે.

અનુપ જલોટાએ જણાવ્યું કે, પહેલા આ શો જસલીનને ઓફર થયો હતો. જસલીને મને જણાવ્યું કે તેને બિગ બોસની ઓફર આવી છે પરંતુ તેમણે જોડીમાં આવવાનું કહ્યું છે તો શું તમે મારી સાથે આવશો? મેં જસલીનને ના પાડી દીધી. ત્યાર બાદ તેણે તેના પિતા કેસરી મથારુને મારી સાથે વાત કરવાનું કહ્યું. કેસરી મારા સારા મિત્ર છે પરંતુ મેં તેમને પણ ના પાડી દીધી. અનુપ જલોટાએ કહ્યું કે, જસલીનના પિતાએ વારંવાર વિનંતી કરી એટલે મેં શો માટે હા પાડી દીધી.

અનુપ જલોટાએ બિગ બોસ હાઉસમાંથી બહાર આવતાની સાથે જ પોતાના અને જસલીનના રિલેશન પરથી પડદો ઉઠાવ્યો છે. અનુપે જણાવ્યુ હતુ કે, જસલીન સાથે તેનો સંબંધ માત્ર સંગીત શીખવવા પૂરતો જ હતો, પરંતુ બિગ બોસમા કપલ તરીકે જવા પાછળનું ષડયંત્ર જસલીનના પિતા કેસર મથારુએ રચ્યુ હતુ. એટલું જ નહીં પરંતુ આ ઈન્ટરવ્યૂમા અનુપ જલોટાએ બિગ બોસ 12મા જતા પહેલાનો આખો પ્લાન જણાવ્યો હતો.

Read Also



ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter