GSTV

Big Boss-12માં સસ્પેન્સનો આવ્યો અંત, બહેને ભાઇને હરાવી જીતી લીધી બિગ બોસની ટ્રોફી

Last Updated on December 31, 2018 by Mayur

તો બીગ બોસ પૂર્ણ થયું અને ટ્રોફિ એ વ્યક્તિના હાથમાં આવી ગઇ છે જેની ફેન્સ ઇચ્છા રાખી રહ્યા હતા. બીગ બોસ સિઝન 12નો વિજેતા હવે જાહેર થઇ ચૂક્યો છે. રવિવારે થયેલી ગ્રાન્ડ ફિનાલેમાં દિપીકા કક્કર બિગબોસ સિઝન 12ની વિજેતા જાહેર થઇ ચૂકી છે. દિપીકાએ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટના રૂપે બિગ બોસમાં ભાગ લીધો હતો.

15 સપ્તાહ સફળતા પૂર્વક પસાર કરીને આખરે દિપીકાના શિરે બિગ બોસનો તાજ આવી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે દીપિકા કક્કરના સિવાય મજબૂત દાવેદાર તરીકે શ્રીસંત પણ હતો, પણ તે જીતી ન શક્યો. શ્રીસંત રનર અપ રહ્યો જ્યારે દીપિકાએ ટ્રોફિ મેળવી લીધી. જેનાથી શ્રીસંતના ફેન્સ નિરાશ પણ થયા હતા કારણ કે શ્રીસંત બિગ બોસમાં જીતનો મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો હતો.

બિગ બોસ ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ -5 દીપિકા કક્કડ, શ્રીસંત, રોમિલ ચૌધરી, દીપક ઠાકુર અને કરનવીર બોહરા પહોંચ્યા હતા. જોકે ફિનાલેની શરૂઆતમાં જ કરનવીર બોહરા એલિમિનેટ થઇ ગયો. એ બાદ રોમિલ ચોધરી ટોપ 2ની રેસમાંથી બહાર થઇ ગયો. બિગ બોસના ફિનાલેમાં જબરદસ્ત ટ્વીસ્ટ આવ્યો જ્યારે ઘરમાં રહેલા લોકોને પૈસા લઇ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. જેમાં દીપક ઠાકુરે રકમ લઇ અલવિદા કહ્યું. સલમાને પણ દીપકના આ નિર્ણયની તારીફ કરી હતી.

તેના બહાર થતા જ ઘરમાં ભાઇ અને બહેનની પોઝીશન ભોગવતા શ્રીસંત અને દીપિકાની ટક્કર થઇ. રંગારંગ કાર્યક્રમમાં દીપિકા અને શ્રીસંત માટે સલમાને ઘણું સસ્પેન્સ રાખ્યું અને ત્યારબાદ વિજેતા જાહેર કરવામાં આવ્યો.

બિગબોસ પહેલા દીપિકા સસૂરાલ સિમરકા જેવી શોપ ઓપેરામાં નજર આવી ચૂકી હતી. શો શરૂ થતાની પહેલા જ દીપિકાના શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન થયા હતા. શોમાં દીપિકા ઘણી વખત શોએબને યાદ કરતી હતી. દીપિકા અને શ્રીસંતની સારી બોન્ડિંગ હતી. બંન્ને વચ્ચે ભાઇ બહેન જેવો પ્રેમ હતો. પૂરા સિઝનમાં બંન્ને વચ્ચે ઇમોશનલ સીન્સ પણ ક્રિએટ થયા હતા. જેનો અંત ફેન્સ માટે દિલચશ્પ રહ્યો અને ફેન્સ માટે રહસ્યમય પણ રહ્યો હતો.

અત્યાર સુધીના વિજેતાઓની લિસ્ટ

સિઝન વિજેતા
સિઝન-1રાહુલ રોય
સિઝન-2આશુતોષ કૌશિક
સિઝન-3વિંદુ દારા સિંહ
સિઝન-4શ્વેતા તિવારી
સિઝન-5જુહી પરમાર
સિઝન-6ઉર્વશી ઢોલકિયા
સિઝન-7ગૌહર ખાન
સિઝન-8ગૌતમ ગુલાટી
સિઝન-9પ્રિન્સ નરુલા
સિઝન-10મનવીર ગુજ્જર
સિઝન-11શિલ્પા શિંદે
સિઝન-12દીપિકા કક્કડ

READ ALSO

Related posts

મોટા સમાચાર / PM નરેન્દ્ર મોદી કેબિનેટે લીધા મહત્વપૂર્ણ નિર્ણય, 2.95 લાખ કરોડ રૂપિયાની 2 યોજનાઓને મંજૂરી

Zainul Ansari

પેગાસસ મામલે બંને સદનમાં બરાબરની ફસાઈ સરકાર: વિપક્ષે આકરા તેવર બતાવતા સભાપતિએ 6 સાંસદોને સસ્પેન્ડ કર્યાં

Pravin Makwana

Tokyo Olympics / રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં એન્ટ્રી મારતા ભારતને અપાવી શકે છે વધુ એક મેડલ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!