GSTV

અનૂપ જલોટાની ‘ગર્લફ્રેન્ડ’ બનશે પારસ છાબડાની ‘ઘરવાળી’, ખુલ્લેઆમ કરી દીધું આ એલાન

બિગ બૉસ 13 પૂર્ણ થયા બાદ પારસ છાબડા શૉ ‘મુજસે શાદી કરોગે’માં પોતાના માટે પરફેક્ટ પાર્ટનરની તલાશ કરી રહ્યો છે. આ શૉમાં પારસ છાબડાનું દિલ જીતવા અને તેને ઇમ્પ્રેસ કરવા માટે જાણીતી હસ્તિઓ ઉપસ્થિત થઇ રહી છે. બિગ બૉસ 12ની કન્ટેસ્ટન્ટ રહેલી જસલીન મથારુ પણ પારસ છાબડાના શૉમાં એન્ટ્રી કરશે.

મુજસે શાદી કરોગેના અપકમિંગ એપિસોડમાં જસલીન મથારુની એન્ટ્રી થતી જોવા મળશે. શૉમાં જસલીન મથારૂ પારસ છાબડા સાથે ડાન્સ પણ કરશે. બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ શાનદાર રહી. બિગ બૉસ 12માં જસલીન મથારુ ખૂબ જ ચર્ચામાં રહી હતી. શૉ પૂરો થયા બાદ જસલીન જાણે કે ગાયબ જ થઇ ગઇ. હવે મુજસે શાદી કરોગેમાં જસલીનની એન્ટ્રી તેના કરિયર માટે એક નવો વળાંક સાબિત થઇ શકે છે.

બિગ બૉસમાં જસલીને પોતાના ગુરુ ભજન સમ્રાટ અનુપ જલોટા સાથે એન્ટ્રી કરી હતી. પ્રીમિયરના દિવસે જસલીને મોટો ખુલાસો કર્યો હતો. જસલીન મથારૂએ અનુપ જલોટા સાથે અફેરની વાત કહી હતી. કારણ કે બંને વચ્ચે ઉંમરનું ઘણું અંતર છે. તેથી બંનેના રિલેશનશિપની ખબરે સૌકોઇને ચોંકવ્યા હતાં.

જો કે બિગ બૉસ હાઉસમાંથી બહાર આવ્યા બાદ બંનેએ આવા કોઇ રિલેશનમાં હોવાની વાત નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું કે તે ફિઝિકલી રિલેશનશિપમાં નથી. પરંતુ તેમની મ્યુઝિકલ રિલેશનશીપ છે. જસલીન મથારુ અને અનુપ જલોટાની રિલેશનશિપ ફેક હતી. તે ફક્ત એક પબ્લિસીટી સ્ટંટ હતો. અનુપ જલોટાના કારણે જસલીન મથારુને લાઇમલાઇટમાં આવવાની તક મળી. હવે જોવુ રહ્યું કે પારસના શૉમાં જસલીનના કરિયરને કેટલી સ્પીડ મળે છે.

Read Also

Related posts

ગામમાં એન્ટ્રી ન મળી તો આ કારણે નાવડી પર જ વૃદ્ધે પોતાનાને કર્યો ક્વોરન્ટાઈન

Arohi

LOCK DOWN ઓટો, ગ્રામીણ સેવા, ઈ રિક્સા ડ્રાઈવરોને મળશે 5,000 રૃપિયા, આ મુખ્યમંત્રીએ કરી જાહેરાત

Nilesh Jethva

કેરળમાં દારૂની છૂટના સરકારી આદેશ પર હાઈકોર્ટે લગાવી દીધો સ્ટે, આ છે વિવાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!