GSTV
Home » News » Bigg Bossના ઘરમાંથી બેઘર થયો આ કન્ટેસ્ટન્ટ, શૉમાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ

Bigg Bossના ઘરમાંથી બેઘર થયો આ કન્ટેસ્ટન્ટ, શૉમાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ

બિગ બૉસ 12ના મીડ વીક એવિક્શનમાં અનેક ટ્વિસ્ટ આવ્યા. એક કન્ટેસ્ટન્ટને મિડ વીક એવિક્શનનો ભોગ બનવુ પડ્યુ. બિગ બૉસે કહ્યું કે દર્શકોની વૉટિંગ અનુસાર શ્રીસંત ઘરમાંથી બહાર જશે પરંતુ શ્રીસંત ઘરની બહાર ન જતાં તેને એક સિક્રેટ રૂમમાં રાખવામાં આવ્યો છે. હવે તે સિક્રેટ રૂમમાંથી ઘરના સભ્યો પર નજર રાખશે અને જાણશે કે ઘરના સભ્યો તેના માટે શું વિચારે છે.

આ વખતે કરણવીર બોહરા, નેહા પેંડસે અને શ્રીસંત નોમિનેટ થયાં હતા. ઘરના સભ્યોએ શ્રીસંત અને નેહાને ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ શ્રીસંત બહાર થયો. તે એલિમિનેટ થઇ ગયો છે તેમ માનીને ઘરના સભ્યો ભાવુક થઇ ગયાં હતાં.

હવે શ્રીસંત સીક્રેટ રૂમમાં અનુપ જલોટા સાથે રહેશે. જલોટાએ પણ શ્રીસંતનું સ્વાગત કર્યુ. બીજી બાજુ આ અઠવાડિયાના ઇવિક્શન માટે કરણવીર બોહરા અને નેહા વચ્ચે વોટિંગ થશે. તેમાંથી કોઇ એક આ અઠવાડિયે બહાર જશે.

બિગ બૉસમાં ઘણાં એવા ટ્વિસ્ટ આવ્યાં છે જે ગત સીઝન્સમાં અંત સમયમાં જોવા મળ્યાં હતા. 4 અઠવાડિયામાં જ મેકર્સે મિડ વીક એવિક્શનની ઘોષણા કરી છે. આ અઠવાડિયે કરણવીર બોહરા, નેહા પેંડસે અને શ્રીસંત નોમિનેટ થયાં હતાં.

કલર્સના ટ્વિટર હેન્ડલ પર શૉનો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. જેમાં બિગ બૉસ કન્ટેસ્ટન્ટ્સને મિડ વીક એવિક્શનની જાણકારી આપે છે. આ સાંભળીને તમામ કન્ટેસ્ટન્ટ્સ ચોંકી જાય છે. તમામ નોમિનેટેડ કન્ટેસ્ટન્ટ્સને એક્ટીવીટી એરિયામાં મોકલવામાં આવે છે. તે પછી તમામ ઘરના સભ્યોને પૂછવામાં આવે છે કે તેમના અનુસાર કયા કન્ટેસ્ટ્ન્ટ્સ આ ઘરમાં રહેવાને લાયક નથી.

બિગ બૉસના ઘરમાં ટ્વિસ્ટ્સ એન્ડ ટર્ન્સનો દોર શરૂ થઇ ગયો છે તેમાં તેમાં કોઇ બે મત નથી કે દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહ્યું છે.

Related posts

રાજ્યમાં કોંગ્રેસનો રકાસ છતાં નહી છીનવાય પ્રમુખ પદ!

Path Shah

અમદાવાદ- રાજકોટ અને ગાંધીનગરના તમામ ટ્યુશન ક્લાસિસ બંધ કરવાનો આદેશ

Mansi Patel

મોદીએ પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું, બેઠક બાદ લીધો નિર્ણય

Arohi
Do NOT follow this link or you will be banned from the site!