BiggBoss12: બેઘર થયેલી જસલીને કર્યો ચોંકાવનારો ખુલાસો, આ કારણે જલોટા સાથે બનાવ્યા ખોટા સંબંધો

બિગ બૉસની 12મી સીઝનની સૌથી ચર્ચિત જોડી અનુપ જલોટા તથા જસલીન મથારુની રહી છે. પહેલા અનુપ અને હવે જસલીન બેઘર થઇ ગઇ છે. જસલીનને તે વાત પર આશ્વર્ય થયું છે કે તે ફિનાલે વીક પહેલાં જ કેવી રીતે બહાર થઇ ગઇ.

65 વર્ષના ભજન ગાયક અનુપ જલોટા અને 28 વર્ષની જસલીનની લવ સ્ટોરીએ સૌકોઇને ચોંકાવી દીધા હતા. બંનેએ ફક્ત પોતાના સંબંધોનો સ્વીકાર જ નથી કર્યો પરંતુ બિગ બૉસના ઘરમાં ડેટ જેવા દ્રશ્યો ફિલ્માવતી વખતે પણ તેમણે સંકોચ વ્યક્ત કર્યો ન હતો.

અનુપ જલોટાએ ઘરમાંથી બહાર આવ્યાં બાદ ખુલાસો કર્યો હતો કે જસલીન તેમની દિકરી સમાન છે. તે તેનું કન્યાદાન કરવા માટે તાર છે. તેમણે કહ્યું કે તેમનો સંબંધ ફક્ત મનોરંજન માટે શરૂ કરવામાં આવ્યો હતો. જસલીન ફક્ત તેની શિષ્યા છે.

તેવામાં જસલીને પણ બહાર આવ્યા બાદ પોતાના રિલેશનશીપની અલગ જ કહાની રજૂ કરી છે. તેમણે કહ્યું કે આ ફક્ત એક પ્રેંક હતો. તેને લાગ્યું હતું અનુપ જલોટા બધુ જ ક્લિયર કરી દેશે પરંતુ તેઓ ચુપ રહ્યાં અને આ બધુ ચાલતું રહ્યુ. આવું ફક્ત લોકોને મનોરંજન પુરુ પાડવા માટે કરવામાં આવ્યું હતું, તેનું જલોટા સાથે કોઇ અફેર નથી.

જસલીને ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, અનુપજીએ પહેલાં જ સલમાન ખાનને સ્પષ્ટ કરી દીધઉં હતું કે તે ફક્ત ગુરુ-શિષ્યાના રૂપમાં એન્ટરટેઇન કરશે. મને લાગ્યું કે સલમાન સાથે પ્રેન્ક કરવામાં આવે. તે સમયે હું પણ આ વાત પર હસી હતી. અમે ઘરમાં આવી ગયા અને આ વાત તેમની તેમ જ રહી ગઇ.

જણાવી દઇએ કે આ વખતે વીકેન્ડ કા વારમાં ડબલ ઇવિક્શન થયું. જસલીન અને મેઘાને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો. હવે બિગ બૉસમાં 8 કન્ટેસ્ટન્ટ બચ્યા છે. આ વખતે 30 ડિસેમ્બરના રોજ ફિનાલેમાં 4 કન્ટેસ્ટન્ટ જશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter