GSTV
Home » News » જસલીનને અનુપ કરતાં કપડા-મેકઅપ માટે છે વધુ પ્રેમ, બૉયફ્રેન્ડ માટે નહી આપે કુરબાની

જસલીનને અનુપ કરતાં કપડા-મેકઅપ માટે છે વધુ પ્રેમ, બૉયફ્રેન્ડ માટે નહી આપે કુરબાની

બિગબોસની 12મી સીઝન જ્યારથી શરૂ થઇ છે ત્યારથી જ સૌથી વધુ ચર્ચામાં જસલીન મથારૂ અને અનુપ જલોટીની જોડી છે. તેમની જોડી પર ઘણાં સવાલો પણ ઉઠ્યાં પરંતુ હવે હવે આ જોડીની અસલ પરીક્ષા આગામી અઠવાડિયે થનારા નોમિનેશન ટાસ્કમાં થશે. પ્રોમોમાં દર્શાવ્યા મુજબ જસલીને અનુપ જલોટા માટે પોતાના વાળ, કપડા અને મેકઅપની કુરબાની આપવી પડશે.

કલર્સ દ્વારા શેર કરવામાં આવેલા આજના એપિસોડના પ્રોમોમાં જોઇ શકાય છે કે આ અઠવાડિયાના નોમિનેશન ટાસ્કમાં સિંગલ કન્ટેસ્ટન્ટ્સ જોડીના એક સભ્યને કિડનેપ કરી લે છે. સિંગલ કન્ટેસ્ટન્ટ ફોન પર જોડીના પાર્ટનર પાસે કુરબાની માંગશે. જો એક કલાકમાં કિડનેપરની માંગ પૂરી થઇ જાય તો સિંગલ નોમિનેટ થઇ જશે.

જોડી જો કિડનેપરની માંગ પૂરી ન કરી શકે તો સિંગલ સુરક્ષિત થઇ જશે અને જોડી નોમિનેટ થશે. દિપિકાએ અનુપને કિડનેપ કર્યા છે. દિપિકાએ જસલીન સામે તે માંગ કરી કે તેણે પોતાના કપડા અને મેકઅપ નષ્ટ કરવાના રહેશે સાથે જ તેણે તેના વાળ પણ ટૂંકા કરવા પડશે.

દિપિકાની આ ડિમાન્ડ પર જસલીન રડવા લાગે છે. જસલીન દિપિકા પાસે થોડી છૂટ માંગે છે. પરંતુ દિપિકા તૈયાર થતી નથી.

જસલીન રડતાં કહે છે કે હું કપડા અને મેકઅપ વિના કેવી લાગીશ. આ ગ્લેમરનો શું ફાયદો. તેના કારણે અનુપ જલોટા નિરાશ થઇ જાય છે. અનુપ કહે છે કે જસલીન તુ મને વધુ પ્રેમ કરે છે કે કપડાને?

ઉલ્લેખનીય છે કે બિગ બોસ સિઝન 12’ માં અનૂપ જલોટા તેની હોટ ગર્લફ્રેન્ડ જસલીનની ચર્ચા ખુબ ચાલી છે. એવામાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થયું છે, જેના આધારે વાત કરીએ તો જલોટાજી ઘરની બહાર જઈ શકે છે.

અનુપ જલોટા અને જેસલીન હજુ 2 નોમિનેશનની જોડી તરીકે સલામત છે. પણ વાયરલ પોસ્ટર ઘરથી બેઘર વિશે વાત કરે છે. વાસ્તવમાં, આ વાયરલ પોસ્ટરમાં લખ્યું છે કે અનૂપ જલોટા 27 ઓક્ટોબરના રોજ, કેલિફોર્નિયા, યુએસએમાં કોન્સર્ટ કરવા જવાના છે. આવા કિસ્સામાં, જલૉટા ટૂંક સમયમાં ‘બિગ બોસ સિઝન 12’માંથી બહાર આવશે કે નહીં તેનો જવાબ  ‘બિગ બોસ’ માં ટૂંક સમયમાં આપવામાં આવશે.

Related posts

પ્રસૂતિની તારીખ લંબાય તો? ગભરાશો નહી આ કારણો છે જવાબદાર

Bansari

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!