GSTV
Home » News » Bigg Boss 12: આ હસીના પર આવ્યું બિહારી બાબૂનું દિલ, બિગ બૉસ હાઉસમાં શરૂ થયો પ્રેમનો સિલસિલો

Bigg Boss 12: આ હસીના પર આવ્યું બિહારી બાબૂનું દિલ, બિગ બૉસ હાઉસમાં શરૂ થયો પ્રેમનો સિલસિલો

બિગ બૉસ સીઝન 12માંઅન્ય એક મોટો ટ્વિસ્ટ આવવા જઇ રહ્યો છે. એક તરફ જ્યાં બિગ બૉસનું ઘર બે ટીમમાંવિભાજીત થઇ ગયું છે ત્યાં એક તરફ પ્રેમની કૂંપળો પણ ફૂટી રહી છે. જણાવી દઇએ કે સુરભીદિપકને સોમી પર તેના ક્રશ વિશે પૂછે છે. દીપક થોડો ખચકાય છે અને આખરે કબૂલી લે છેકે સોમી માટે તેના મનમાં લાગણી છે. આ વચ્ચે જ સોમી આ વાતથી નારાજ થઇ જાય છે અને આવાતો પર ધ્યાન ન આપતાં પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય છે.

જણાવી દિએ કે દીપક-ઉર્વશી આ શૉમાં જોડીદાર બનીને સાથે આવ્યાં હતાં પરંતુ કેપ્ટન્સીના ટાસ્કમાં બંને વચ્ચે ઝગડો થઇ જાય છે. લેટેસ્ટ એપિસોડમાં દીપીકા અને સૃષ્ટિ ઉર્વશીને દિપક સાથેના અણબનાવો અંત લાવીને તેની સાથે વાત કરવા માટે કહે છે.

તેવામાં સુરભી દિપકને સોમી સામે પોતાની ફિલિંગ્સ વ્યક્ત કરવા માટે કહે છે અને તેની સામે જ બેસાડીને બંનેની વાત કરાવે છે. સોમી દીપકની વાત સાંભળે છે અને કહે છે કે તે ફક્ત તેનો સારો મિત્ર છે. આ સમયે તેણે ગેમ પર વધારે ફોકસ કરવું જોઇએ.  રિજેક્શન પર સુરભી દિપકની મજાક પણ ઉડાવે છે અને કહે છે કે હું ખલનાયક છું. ઉલ્લેખનીય છે કે ઘરના સભ્યો સોમી પ્રત્યે દીપકની ફિલીંગ્સને લઇને ઘણીવાર તેની સાથે મસ્તી કરતાં હોય છે.

Related posts

ચૂંટણીમાં ભલે ભાજપ જીત્યુ પણ આ સીટ પર ત્રીજા સ્થાને NOTA, ખતરાની ઘંટી સમાન છે આ ઘટના

Riyaz Parmar

મોદી કેબિનેટમાં અમિત શાહ બની શકે છે ગૃહમંત્રી, સુષ્મા, જેટલી અને નડ્ડાની ભુમિકા બદલાઇ શકે છે

Mansi Patel

ના હોય! ભારતમાં પણ વસેલુ છે આખઆખું ‘પાકિસ્તાન’, અહીં મુસ્લિમોનો નહી પરંતુ હિન્દુઓનો છે વસવાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!