GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

Bigg Boss 12 : 37 વર્ષ નાની હૉટ ગર્લફ્રેન્ડ સાથે અનુપ જલોટાની એન્ટ્રી, શૉમાં કર્યો મોટો ખુલાસો

બિગબૉસ 12ના મંચ પર રવિવારે સૌથી મોટો ખુલાસો ત્યારે થયો  જ્યારે ભજન સમ્રાટ અનુપ જલોટા અને જસલીન મથારુએ જાહેરમાં પોતાના સંબંધોનો સ્વીકાર કર્યો. લાંબા સમયથી અનુપ જલોટાની શિષ્યા રહેસી ગાયિકા અને અભિનેત્રી જસલીન મથારુએ આજે બિગ બોસના મંચ પર પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

આ જોડીને વિચિત્ર એટલા માટે કહી શકાય કારણ કે તેમની ઉંમર વચ્ચે 37 વર્ષનું અંતર છે. 28 વર્,ય જસલીન અને 65 વર્ષના અનુપ જલોટા ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે.

જસલીને જણાવ્યું કે તેઓ હજુ સુધી તેમના આ રિલેશનશીપ વિશે જાહેરમાં વાત કરવા માટે તૈયાર ન હતાં પરંતુ હવે તે પોતાના પ્રેમને દુનિયાની સામે લાવવા માટે તૈયાર છે. ભજન સમ્રાટ અનુપ જલોટા તેની પહેલાં ત્રણ વાર લગ્ન કરી ચુક્યાં છે. તેમની પહેલી પત્ની ગાયિકા સોનાલી સેઠ હતી. સોનાલી સેઠ બાદ તેમણે બિના ભાટિયા સાથે અરેન્જ મેરેજ કર્યા હતાં પરંતુ તે પછી તેમના ડાયવોર્સ થઇ ગયાં હતાં.


તે પછી તેમણે ત્રીજા લગ્ન પૂર્ન વડાપ્રધાન આઇ કે ગુજરાલની ભત્રીજી મેઘા ગુજરાલ સાથે કર્યા હતાં પરંતુ વર્ષ 2014માં મેઘાનું નિધન થયું હતુ. હવે અનુપ જલોટા અને જસલીન ત્રણ વર્ષથી રિલેશનશીપમાં છે.

બિગબોસ સીઝન 12ની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. આ શૉનો પહેલો પ્રોમો સામે આવ્યો હતો.શૉની લૉન્ચિંગ પહેલાં જ સામે આવેલો આ પ્રોમો ખૂબ જ શાનદાર છે. આ વીડીયો 50 સેકેન્ડનો છે જેમાં હોસ્ટ સલમાન ખાન પોતાની ફિલ્મના સૉન્ગ્સ પર ડાન્સ કરી રહ્યો છે. સલમાન ખાને પણ બિગબૉસની તૈયારીઓનો એક વિડિયો શેર કર્યો હતો.

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!