Bigg Boss 11 પુરુ થયાને હજુ ગણતરીના મહિનાઓ થયા છે પરંતુ આ શૉના ફેન્સ તેની 12મી સીઝનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. બિગબોસ 12ને લઇને હાલ તૈયારીઓ ચાલી રહી છે. કેટલાંક દિવસ પહેલા એવા અહેવાલો મળી રહ્યા હતા કે શૉના
ઑડિશન ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ વખતની સીઝન જોડી સ્પેશિયલ હશે.
જોડીઓમાં ફક્ત કપલ્સ જ નહી પરંતુ કોઇ સંબંધી પણ હોઇ શકે છે. આ અંગે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. પરંતુ બિગબૉસ 11ના કન્ટેસ્ટન્સ રહી ચુકેલા વિકાસ ગુપ્તાએ એક ઇન્ટરવ્યુમાં બિગબૉસની 12મી સીઝનને લઇને એક મોટો ખુલાસો કર્યો હતો.
ઇન્ટરવ્યુમાં વિકાસ ગુપ્તાએ કહ્યું હતું કે, હું ફક્ત એટલું જાણુ છું કે આ વખતે શૉમાં જોડીઓ જોવા મળશે. તે મા-દિકરો, ભાઇ-બહેન પણ હોઇ શકે છે. આ શૉ ખેરખર મજેદાર હશે. જ્યારે તમને ઓવખતા લોકો આ શૉનો ભાગ બશે તો મજા બેગણી થઇ જાય છે. જેમકે પ્રિયાંક અને મારી સાથે થયુ હતુ. અમે એકબીજાને ઓળખતા હતા. પહેલા લાગતુ હતુ કે અમે સાથે મળીને ગેમ રમીશુ પરંતુ અમે એકબીજાની જ વિરુદ્ધ થઇ ગયાં હતા. બિગબોસ12માં તે જોવુ રસપ્રદ હશે કે કન્ટેસ્ટન્ટ પોતાના સંબંધો બચાવવા માટે રમે છે કે પછી ગેમ માટે.
ઉલ્લેખનીય છે કે પહેલા એવા અહેવાલો મળી રહ્યા હતા કે જોડીદાર કોન્સેપ્ટને ધ્યાનમાં લેતા મેકર્સ શોમાં લેસ્બિયન કપલ્સને લેવા ઇચ્છે છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઇ નથી. પરંતુ તે સ્પષ્ટ છે કે મેકર્સ આવુ ટીઆરપી મેળવવા માટે કરી શકે છે. જ્યારે પણ બિગબોસ શરૂ થાય છે જ્યારે તે પોતાની પોપ્યુલારીટીના કારણે ટીઆરપીની રેસમાં તમામ શૉને પાછળ મુકી દે છે.
તેવામાં જોડીદાર કોન્સેપ્ટને ધ્યાનમાં લેતા મેકર્સ હોસ્ટિંગ માટે પણ બે સેલેબ્સ લાવશે તેવી ચર્ચા થઇ રહી છે. બિગબોસની ટીમ ઇચ્છે છે કે આ શૉ સલમાન સાથે કેટરિના પણ હૉસ્ટ કરે.