GSTV
Home » News » અનુપ જલોટાના બાળકની માતા બનવાની હતી જસલીન, મોડેલનો ચોંકાવનારો ખુલાસો

અનુપ જલોટાના બાળકની માતા બનવાની હતી જસલીન, મોડેલનો ચોંકાવનારો ખુલાસો

બિગબોસના સૌથી સિનિયર કન્ટેસ્ટન્ટ અનુપ જલોટા ઘરમાં પોતાની ગાયકીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. તેઓ આ શૉમાં પોતાની શિષ્ય તથા ગર્લફ્રેન્ડ જસલીન મથારૂ સાથે આવ્યાં છે. જસલીન-અનુપે 3 વર્ષથી રિલેશનશીપમાં હોવાની વાતનો ખુલાસો કરીને સૌકોઇને આશ્વર્યમાં મુકી દીધાં હતાં.  હાલમાં બિગબોસના તમામ ફેનની નજર માત્ર અનુપ જલોટા અને જસલીન પર જ મંડાઈ છે. તમામને જસલીન અને અનુપ જલોટાની પ્રેમલીલામાં જ રસ છે. બિગબોસની 12મી સિઝનના પ્રથમ એપિસોડથી લોકોએ સોશિયલ મિડિયા પર અનુપ જલોટા અને જસલિનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. તેવામાં હવે જસલીન અને અનુપ જલોટાના રિલેશનશીપને લઇને એક મોડેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu🎤🎸🎵 (@jasleenmatharu) on

અનુપ અને જસલીનના સંબંધ વિશે અનીશા સિંહ શર્મા નામની એક મોડલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે . અનીશાએ કહ્યું કે , ” જસલીન ગયા વર્ષે પ્રેગ્નેન્ટ હતી અને તે બાળક અનુપનું હતું . ” અનીશાએ દાવો કર્યો કે , ” મેં જસલીન અને અનુપને ઝઘડતાં જોયા હતા . જસલીને અનુપની બેદરકારીના કારણે પ્રેગ્નેન્ટ થઈ હોવાનું જણાવ્યું હતું . ” અનીશા એક વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે , જસલીને અબોર્શન બાદ આ વિશે તેને જાણ કરી હતી .

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu🎤🎸🎵 (@jasleenmatharu) on

અનીશાએ કહ્યું કે , ” અબોર્શનના થોડા દિવસ બાદ અનુપે મને કહ્યું કે તેમને લાગે છે જસલીન તેમની સાથે ચીટિંગ કરી રહી છે . લંડનમાં જસલીનનો કોઈ બોયફ્રેંડ છે . જો કે અનુપના આ આરોપોને જસલીને હંમેશા નકાર્યા છે . ” અનુપ અને જસલીનની જોડી બિગ બોસ 12 ની સૌથી ચર્ચાસ્પદ અને વિવાદિત જોડી બની ગઈ છે . અનીશાએ કહ્યું કે , ” જસલીન હંમેશા મારી સાથે પોતાની રિલેશનશીપની દરેક બાબત શેર કરતી . આ સિવાય રિલેશનશીપ અંગે સલાહ પણ લેતી હતી . “

અનુપ અને જસલીનને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે . જસલીનના પિતા આ રિલેશનશીપ વિશે જાણ્યા બાદ ખૂબ દુઃખી છે . તો કેટલાક લોકો એવા પણ છે જે જસલીન – અનુપના સંબંધને સપોર્ટ કરી રહ્યા છે .

 

View this post on Instagram

 

A post shared by Jasleen Matharu🎤🎸🎵 (@jasleenmatharu) on

દેશના પ્રખ્યાત સિંગર અનુપ જલોટા પોતાનાથી 37 વર્ષ નાની જસલીન સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં જોડાયેલા છે. અા બાબતે બિગ બોસના પ્રીમિયરમાં ખુલાસો થયો તો સલમાન સાથે હાજર તમામ લોકો ચોંકી ગયા હતા. સોશિયલ મીડિયાને તો તગડો ઝટકો લાગતાં રાતભર લોકોઅે અા બાબતે અનુપ જલોટાને ટ્રોલ કરે રાખ્યા અને અનુપ સામે બિભત્સ કોમેન્ટો પણ કરી દીધી.

Related posts

પાકિસ્તાન ન જવાની સજા ભારતના મુસ્લિમો ભોગવી રહ્યા છે : આઝમ ખાન

Mayur

કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનો સોમવારે છેલ્લો દિવસ છે

Mayur

બોયફ્રેન્ડને લઈ સોનાક્ષીએ કર્યો ખુલાસો, માતા-પિતાએ મૂકી શરત, હવે મળવો મુશ્કેલ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!