GSTV
Home » News » Bigg Boss 12 : ટાસ્કના કારણે વણસ્યા અનુપ-જસલીનના સંબંધો, ભજન સમ્રાટે તોડી જોડી

Bigg Boss 12 : ટાસ્કના કારણે વણસ્યા અનુપ-જસલીનના સંબંધો, ભજન સમ્રાટે તોડી જોડી

બિગબૉસ-12માં  એન્ટ્રી કરતાં જ અનૂપ જલોટા અને જસલીન મથારૂની જોડી ચર્ચામાં આવી ગઇ હતી. પોતાનાથી 37 વર્ષ નાની યુવતી સાથે રિલેશનશીપનો ખુલાસો કરીને અનુપ જલોટાએ વિવાદ ઉભો કર્યો હતો. ઘરમાં તમામ લોકો તેમના રિલેશનશીપ પર સવાલ ઉઠાવી ચુક્યાં છે. તાજેતરમાં જ થયેલા નોમિનેશન ટાસ્કના કારણે તેમના વચ્ચે એક તિરાડ આવી ગઇ છે. અનુપ જલોટાએ જસલીન સાથે પોતાની જોડી તોડી નાંખી છે. ભજન સમ્રાટના આ નિર્ણયથી જસલીન ખૂબ જ દુખી થઇ ગઇ છે.

હકીકતમાં આ અઠવાડિયાના નોમિનેશન ટાસ્કમાં સિંગલ કન્ટેસ્ટન્ટ્સ જોડીના એક સભ્યને કિડનેપ કરી લે છે. સિંગલ કન્ટેસ્ટન્ટ ફોન પર જોડીના પાર્ટનર પાસે કુરબાની માંગશે. જો એક કલાકમાં કિડનેપરની માંગ પૂરી થઇ જાય તો સિંગલ નોમિનેટ થઇ જશે. જોડી જો કિડનેપરની માંગ પૂરી ન કરી શકે તો સિંગલ સુરક્ષિત થઇ જશે અને જોડી નોમિનેટ થશે. દિપિકાએ અનુપને કિડનેપ કર્યા છે. દિપિકાએ જસલીન સામે તે માંગ કરી કે તેણે પોતાના કપડા અને મેકઅપ નષ્ટ કરવાના રહેશે સાથે જ તેણે તેના વાળ પણ ટૂંકા કરવા પડશે. દિપિકાની આ ડિમાન્ડ પર જસલીન રડવા લાગે છે. જસલીન દિપિકા પાસે થોડી છૂટ માંગે છે. પરંતુ દિપિકા તૈયાર થતી નથી. જસલીન રડતાં કહે છે કે હું કપડા અને મેકઅપ વિના કેવી લાગીશ. આ ગ્લેમરનો શું ફાયદો. તેના કારણે અનુપ જલોટા નિરાશ થઇ જાય છે. અનુપ કહે છે કે જસલીન તુ મને વધુ પ્રેમ કરે છે કે કપડાને?

જસલીનના આ વલણના કારણે અનુપ ખૂબ જ દુખી થયાં હતાં અને તેમણે બીજા જ દિવસે તમામ સભ્યો સામે જસલીન સાથે પોતાની જોડી તોડવાની ઘોષણા કરી હતી. અનુપની આ વાત સાંભળીને સૌકોઇ દંગ રહી ગયાં હતાં. તેમણે કહ્યું કે, કાલે જસલીને જે ટાસ્ક કર્યો તે મને પસરંદ ન આવ્યું. તે કપડાં લાવી શકતી હતી પરંતુ તેણે કપડા અને વાળ પ્રત્યે વધુ પ્રેમ દાખવ્યો. હવે હું તેની સાથે જોડી તોડી નાંખુ છું. હવે આ જોડી નથી અને હું ખૂબ જ ગંભીર છુ. જો મને કહેવામાં આવ્યું હોત તો હું મારા બધા જ કપડા આપી દેત. ટાસ્કમાં ફક્ત કપડાં આપવાના હતાં જીવ નહી. તે પછી જસલીને અનુપને મનાવવાના પ્રયાસ કર્યા પરંતુ અનુપ પોતાના નિર્ણય પર અડગ રહ્યા.

ઉલ્લેખનીય છે કે આગામી એપિસોડમાં જાણવા મળશે કે અનુપ અને જસલીન વચ્ચે શરૂ થયેલો આ મનભેદ તેમના સંબંધોમાં કેવો વળાંક લઇને આવશે.

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi

એક્ઝિટ પોલમાં NDA 300 અને ભાજપ 267ને પાર, તેમ છતાં ભાજપનાં નેતા કેમ છે પરેશાન?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!