GSTV
Home » News » BB 12 : અનુપના બહાર જવાની સાથે જસલીનના બદલાયા સૂર, શિવાશીષ સાથે વધારી નિકટતા

BB 12 : અનુપના બહાર જવાની સાથે જસલીનના બદલાયા સૂર, શિવાશીષ સાથે વધારી નિકટતા

બિગ બૉસમાં રવિવારે એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. સલમાને અનુપ જલોટા અને જસલીનને અલગ કરતાં અનુપને સીક્રેટ રૂમમાં મોકલ્યાં હતાં. જસલીન અન્ય સભ્યો સાથે બિગ બૉસ હાઉસમાં જ છે. તેવામાં ઘરના સભ્યોને લાગી રહ્યું છે કે અનુપ જલોટા ઘરમાંથી બહાર ચાલ્યાં ગયાં છે. પરંતુ તેમને તે ખ્યાલ નથી કે અનુપ સિક્રેટ રૂમમાં છે. અનુપ સિક્રેટ રૂમમાંથી બધા જ સભ્યોને જોઇ રહ્યાં છે અને સાથે જ તેમની નજર જસલીન પર પણ છે.

અનુપના ગયાં બાદ જસલીન શિવાશીષની વધુ નિકટ આવી રહી છે. શિવાશીષ ચેન્જિંગ રૂમમાં જસલીનની સામે જ શર્ટલેસ થઇ જાય છે. તેવામાં શ્રીસંત ત્યાં પહોંચે છે અને તે શિવાશીષને કહે છે કે, આ શું થઇ રહ્યું છે અને અનુપજીના જવાની સાથે જ જસલીન સામે આ હરકતો કરવાનું શરૂ કરી દીધું છે.

શિવાશીષ અને જસલીન વચ્ચે વધી રહેલી ઘનિષ્ઠતાને અનુપજી સીક્રેટ રૂમમાંથી જોઇ રહ્યાં છે.

સલમાને વીકેન્ડ કા વારમાં જણાવ્યું કે આ વખતે અનુપ જલોટા અને જસલીનની જોડી ઘરમાંથી બહાર જશે કારણ કે તેમને ઓછા વોટ મળ્યાં છે. પરંતુ તેમના પ્રેમ અને પોઝીટીવ અપ્રોચને જોતાં સલમાને તેમને એક તક આપી કે બંનેમાંથી કોઇ એક ઘરમાં રહી શકે છે અને બીજા વ્યક્તિએ બહાર જવું પડશે. જેવી આશા હતી અનુપ જસલીન માટે કુરબાની આપી દે છે અને ઘરમાંથી બહાર આવી જાય છે. આ દરમિયાન જસલીન ભાવુક થઇ જાય છે અને અલગ થવાની વાત સાંભળીને રડવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે અનુપ જલોટા ઘરમાંથી બહાર નથી આવ્યાં પરંતુ તેઓ સીક્રેટ રૂમમાંથી ઘરનાં દરેક સભ્યોની હિલચાલ પર નજર રાખી રહ્યાં છે. તેમના બહાર જતાંની સાથે જ જસલીનની સાથે સાથે દિપિકા કક્કડ અને કરણવીર બોહરા પણ ભાવુક થઇ જાય છે.

Related posts

બોલિવુડ પ્રોડ્યુસર બોલ્યા – વિપક્ષ હારતો નજરે ચડશે

Mansi Patel

ગુજરાતમાં 15 પોલિંગ બૂથો પર મૉક વોટ ડિલીટ કરવાનું ભૂલી ગયા અધિકારી, 11 સંસદીય ક્ષેત્રોમાં વીવીપેટ ચીઠ્ઠીઓની થશે ગણતરી

NIsha Patel

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામોનાં ટ્રેન્ડ્સમાં NDA આગળ, BJP કાર્યાલયમાં ઉજવણીની તૈયારી કરી રહ્યા છે કાર્યકર્તાઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!