GSTV
Home » News » BIGG BOSS 11 ની વિનર બની શિલ્પા શિંદે, કહ્યું- ‘ફેન્સ ના કારણે બની વિનર’

BIGG BOSS 11 ની વિનર બની શિલ્પા શિંદે, કહ્યું- ‘ફેન્સ ના કારણે બની વિનર’

બિગ બોસ સિઝન 11ની ટ્રોફી શિલ્પા શિંદેના નામે થઇ ચુકી છે. તેણે શોના ફાઇનલમાં હિના ખાનને માત આપી અને શોની વિનર બની. કલર્સ ચેનલના આ ફેમસ રિયાલીટી શોના ગ્રાન્ડ ફિનાલેમાં સલમાન ખાને શિલ્પાને વિનર જાહેર કરી.

આ દરમિયાન શિલ્પા ઘણી ઇમોશનલ જોવા મળી. તેણે પોતાની જીત માટે પોતાના ફેન્સનો આભાર પણ માન્યો. શિલ્પા  ટીવી જગતમાં ઘણી ફેમસ છે. બિગ બોસના ઘરમા એન્ટ્રી લેવાની સાથે જ શિલ્પા દર્શકોમાં વધુ ફેમસ થઇ ગઇ. ઓડિયન્સે તેના આ નવા અવતારને ઘણો પસંદ કર્યો.

રવિવારે રાત્રે થયેલા ગ્રાન્ડ ફિનાલેમાં સલમાને શિલ્પાને વિનર જાહેર કરતા તેને સિઝન 11ના વિનરના રૂપે શોની ટ્રોફી એનાયત કરી. સલમાને વિનરના રૂપે શિલ્પાને મળનારા 44 લાખ રૂપિયાનો ચેક તેની માતાના હાથમાં સોંપ્યો.

ગ્રાન્ડ ફિનાલેમા શિલ્પા ગોલ્ડન ગાઉનમાં હતી. જ્યારે શોની ફર્સ્ટ રનર-અપ રહી હિના ખાને લાલ રંગનું ગાઉન પહેર્યું હતું. બન્ને ફિનાલે દરમિયાન ઘણા સુંદર લાગી રહ્યા હતા.

શોના સ્ટેજ પર શિલ્પા પોતાની માતા સાથે જોવા મળી. શોને પોતાના નામે કર્યા બાદ તે પોતાના ભાઇ આશુતોષ સાથે નજરે પડી.

શોની વિનર બન્યા બાદથી જ શિલ્પાની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. શિલ્પાના વિનિંગ ટ્રોફી માટે કેટલાય વીડિયો પણ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યા છે. જીત્યા બાદ શિલ્પાએ પોતાની જીત માટે ફેન્સનો આભાર માન્યો.

શિલ્પાનું કહેવું છે કે દર્શકોએ જો તેને સપોર્ટ ન કર્યો હોત તો તે ક્યારેય આટલી મોટી ઉપલબ્ધી મેળવી શકી નહોત.

શોમાં શિલ્પાને માં કહેનારી અર્શી ખાન અને આકાશ ડડલાણીએ શિલ્પાની જીત બાદ તેની સાથે ફોટો ખેંચાવ્યો.

ફિનાલેમાં શિલ્પા અને વિકાસ ગુપ્તાને સાથે પર્ફોમ કર્યું હતું. ફેમસ ગીત નાગિન પર બન્નેના પર્ફોમન્સે ઓડિયન્સનું દિલ જીતી લીધું. આ બન્ને શોની શરૂઆતમાં જ એકબીજા સાથે નોકઝોક કરતા નજરે પડી રહ્યા હતા.

Related posts

Bigg Boss 13ના કંટેસ્ટેન્ટની પહેલી લિસ્ટ લીક થઈ, જાણો કોના નામો છે

Arohi

એક સમયે કામ ન હોવાથી પરેશાન હતાં ‘તારક મહેતા…’ના જેઠાલાલ, આજે એક એપિસોડ માટે ચાર્જ કરે છે આટલી મોટી રકમ

Bansari

લગ્નના 6 મહિનામાં જ આપ્યા ગુડ ન્યુઝ, પ્રેગ્નેન્ટ પત્નીનું કંઈક આ રીતે રાખી રહ્યો છે ધ્યાન

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!