GSTV
Home » News » “સહી પકડે હૈ, ભાભીજી અબ કોંગ્રેસ મેં હૈ” : કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, લડાવશે લોકસભા

“સહી પકડે હૈ, ભાભીજી અબ કોંગ્રેસ મેં હૈ” : કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, લડાવશે લોકસભા

સિરીયલની મશહૂર અદાકારા અને ભાભીજીના હુલામણા નામે પોપ્યુલર બિગબોસ 11ની વિજેતા શિલ્પા શિંદેએ લોકસભા ચૂંટણી પહેલા હેડલાઈન બનાવી છે. શિલ્પા શિંદેએ સક્રિય રાજનીતિમાં આવવાનું મન બનાવી લીધું છે. લોકસભા ચૂંટણી પહેલા શિલ્પા શિંદેએ કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની હોવાની અટકળો વહેતી થઈ હતી. ત્યારે હવે ખબરો આવી રહી છે કે શિલ્પા કોંગ્રેસ સાથે જોડાઈ ચૂકી છે.

શિલ્પા શિંદેએ કોંગ્રેસ પાર્ટીને જોઈન કરવાની હોવાની પુષ્ટિ આપી હતી. પોતાની ખુશી જતાવતા શિલ્પાએ કહ્યું કે, એ આ વર્ષે થનારા લોકસભા ચૂંટણીને લડવાના માટે તૈયાર છે. પરંતુ કઈ જગ્યાએથી અને ટિકિટની વાત પર મૌન સેવતા શિલ્પાએ કહ્યું હતું કે, થોડી રાહ જુઓ જલ્દી જ બધી ખબર પડી જશે.

શિલ્પાએ કહ્યું કે હાલમાં રાજનીતિની ચર્ચા ચાલી રહી છે ત્યારે હું વિચારું છું કે હું પણ રાજનીતિમાં આવી જાઉં અને બદલાવની કોશિષ કરું. શિલ્પાએ શા માટે કોંગ્રેસ પક્ષમાં જ જોડાઈ આ વિશે શિલ્પાએ કહ્યું હતું કે મારા પિતાજીએ વર્ષો સુધી કોંગ્રેસમાં સક્રિય રહીને ભૂમિકા ભજવી હતી. બાળપણથી મેં મારી આસપાસ પોલિટિકલ માહોલ જોયો છે. એવામાં મને કોંગ્રેસ પાર્ટી જોઈન કરવાનું જ યોગ્ય લાગ્યું.

આજે ચાર વાગ્યે મહારાષ્ટ્રમાં સંજય નિરૂપમની હાજરીમાં શિલ્પા શિંદે કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાશે. જોકે આ પહેલીવાર નથી કે ભાજપ કે કોંગ્રેસ કોઈ ફિલ્મી અભિનેતાને મેદાનમાં ઉતારે. આ પહેલા પણ ઘણા સ્ટાર્સ કોંગ્રેસ અને ભાજપમાં જોડાઈને રાજનીતિમાં આવી ચૂક્યા છે. કોંગ્રેસ માટે જીતની તાતી આવશ્યકતા છે અને આ માટે કોઈ લોકપ્રિય ચહેરાની પણ જરૂર છે. ત્યારે ભાભીજી ફેમ અને બિગબોસ વિજેતા શિલ્પા શિંદે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની નૈયા પાર લાવી શકે છે.

READ ALSO

Related posts

સોનભદ્ર હત્યાકાંડ પર દીદી બોલ્યા- ભાજપ બંગાળમાં આવી શકે, અમને યુપીમાં ન જવા દીધા

Riyaz Parmar

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!