GSTV

સ્કિન રિવીલિંગ કપડાં પહેરવાથી કર્યો ઇન્કાર, તો બિગ બોસની આ પૂર્વ કન્ટેસ્ટન્ટને નથી મળી રહી ઓફર

બિગ બોસ

Last Updated on August 4, 2021 by Damini Patel

ડાન્સર-એક્ટ્રેસ સપના ચૌધરી કોઈ ઓળખની મોહતાજ નથી. એમને દરેક લોકો જાણે છે. સપનાના ડાન્સને ખુબ પસંદ કરવામાં આવે છે. બિગ બોસમાં આવ્યા પછી એમની ફેન ફોલોઇંગમાં ખુબ વધારો થયો છે. જો કે સપનાનું કહેવું છે કે તેઓ આજે પણ હિન્દી ફિંમ ઈન્ડસ્ટ્રિમાં સ્ટ્રગલ કરી રહી છે.

સપના

એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા સપનાએ કહ્યું- ‘હું આ વર્ષે ઇન્ડસ્ટ્રીમાં 15 વર્ષ પુરા કરી લઈશ. હું હિન્દી અને ટીવી શોમાં એક્ટિંગ કરવા ઇચ્છુ છું, પરંતુ મને લાગે છે કે કારણ કે રિજનલ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીથી છું, માટે મને પોતાનો ટેલેન્ટ બતાવવાનો મોકો નહિ મળે. હું સ્કીન રિવીલિંગ કપડાં પહેરવા માંગતી નથી અને ઈંગ્લીસ પણ સારી બોલતી નથી, આ ઘણી વખત અડચણ બની જાય છે. એ ઉપરાંત, મારો કોઈ ગોડફાધર નથી અને એ પણ વધુ એક કારણ છે કે હું હિન્દી ઇન્ડસ્ટ્રીમાં બ્રેક મેળવવા માટે સ્ટ્રગલ કરી રહી છું.

તેમણે જણાવ્યું કે એક સમય એવો પણ હતો જયારે ડિઝાઇનર્સને એમને ઇવેન્ટ અને શો માટે કપડાં આપવાથી ઇન્કાર કરી દીધું. સપનાએ કહ્યું- ‘મુંબઈમાં મેં જોયુ છે કે લોકો તમારી સાથે ત્યારે જ વાત કરે છે જ્યારે તમારી પાસે કઈ કામ હોય. ઇન્ડસ્ટ્રી એ લોકો સાથે ભરેલી છે જે સતત જજ કરે છે.

‘ઘણી વખત એવું પણ થાય છે કે હું જે છું એના કારણે મને ડિઝાઇનર્સ કપડાં મળતા નથી. મને નથી ખબર કે હું આટલા લાંબા સમય સુધી સર્વાઇવ કેવી રીતે કરી શકી.’ આગળ સપનાએ કહ્યું- ‘હું આજે જે પણ છું એ મારા પરફોર્મન્સના કારણે છું. ડાન્સ મારો પહેલો પ્રેમ છે અને રહેશે. એવું નથી કે મારો ડાન્સ ખતમ થઇ ગયો છે પરંતુ હું નવા ચેલેન્જ એક્સપ્લોર કરવા મંગુ છું. ઉમ્મીદ કરું છું કે મને જલ્દી કોઈ ઓફર મળે.’

રિયાલિટી શો કરવા પર શું કહ્યું સપનાએ

‘લોકોને લાગે છે કે બિગ બોસ કર્યા પછી મોટા સેલિબ્રિટી બની જાય છે. પરંતુ એવું નથી. ગેમ જીતવા માટે લોકો કેવા પ્રકારનો વ્યવહાર કરે છે. મેં એક નિશ્ચિત રીતથી ગેમ રમી જેમાં હું કમ્ફર્ટેબલ હતી. પરંતુ કુલ મળીને મને આ કામ ન આવડ્યું.

Read Also

Related posts

Khatron Ke Khiladi 11 / ફાઇનલ એપિસોડ પહેલા જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું વિજેતાનું નામ, વિજેતાના નામ પર આવ્યા ચાહકોના મિશ્ર પ્રતિભાવ

Zainul Ansari

નો મેકઅપ લૂકમાં જોવા મળી ઇલિયાના ડીક્રુઝ, બિકીનીમાં સનબાથ લેતો ફોટો શેર કરીને વધાર્યું ઈન્ટરનેટનું તાપમાન

Harshad Patel

માલદિવના દરિયામાં હોટ બિકીની પહેરીને લગાવી રહી છે આગ, અન્ડર વોટર સ્વિમીંગ કરતી હિરોઈનનો વીડિયો જોતાં તમારા પણ હોશ ઉડી જશે

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!