GSTV
Home » News » કોલકાતા પોલીસ કમિશ્નરની માત્ર પુછપરછ, ધરપકડ નહિ થાય : સુપ્રિમ કોર્ટ

કોલકાતા પોલીસ કમિશ્નરની માત્ર પુછપરછ, ધરપકડ નહિ થાય : સુપ્રિમ કોર્ટ

શારદા ચિંટ ફંડ કૌભાંડમાં કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારને પુછપરછ માટે સીબીઆઈ સમક્ષ હાજર થવા સુપ્રિમ કોર્ટે આદેશ કર્યો છે. સુપ્રિમ કોર્ટે પોતાનાં અવલોકનમાં કહ્યું છે કે રાજીવ કુમારની ધરપકડ કરવામાં નહિ થાય, તો પછી સીબીઆઈ સામે હાજર થવામાં તેમને કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ.

કોર્ટનાં આદેશ પ્રમાણે રાજીવ કુમારને પશ્ચિમ બંગાળની બહાર મેઘાલયની રાજધાની શિલોંગમાં સીબીઆઈ સમક્ષ હાજર થવું પડશે. મહત્વનું છે કે આ મામલાને લઈને સુપ્રિમ કોર્ટે બંગાળ સરકાર, રાજ્યનાં ડિજીપી અને કમિશ્નર રાજીવ કુમારને કોર્ટની અવમાનના કરવા બદલ જવાબ માગ્યો છે.

કોર્ટ માં શું થયું?


આ કેસની સુનાવણી દરમિયાન એટર્ની જનરલે ડિજીપી, મુખ્ય સચીવ અને પોલીસ કમિશઅનર રાજીવ કુમાર વિરુદ્ધ અવમાનના હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સીબીઆઈ તરફથી કેકે વેણુ ગોપાલે કહ્યું કે સીબીઆઈ ઓફિસરોને બાનમાં લીધા. જોઈન્ટ ડાયરેક્ટરનેપોલીસે ઘેરી લીધા. તેમનાં પત્નિ ઘરે હતા. એટલે તેમણે દરવાજો ખોલ્યો નહિ. જયારે તેમણે મિડીયાને ફોન કરવાની ધમકી આપી ત્યારે પોલીસ ત્યાંથી પરત ફરી. આ બંધારણીય નિયમોનો ભંગ છે. એટલે કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કરવામાં આવે.

આ મુદ્દે મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈએ કહ્યું કે મને નથી લાગતું કે તપાસમાં સહકાર આપવામાં પોલીસ કમિશ્નર રાજીવ કુમારને કોઈ મુશ્કેલી નડતી હોય. તો મમતા સરકાર તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરતા કહ્યું હતું કે સીબીઆઈ આત્મસમર્પણ કરવાની માગ કરે છે.
તમામ દલીલો સાંભળ્યા બાદ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ એ આદેશ આપ્યો કે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારે તપાસમાં સહકાર આપવા સીબીઆઈ સામે હાજર થવું પડશે. સાથે જ સીબીઆઈને પણ નિર્દેશ કર્યો છે કે રાજીવ કુમારની ધરપકડ નહિ કરી શકાય.

READ ALSO

Related posts

શરૂ થઇ ગયો છે માર્ગશીર્ષ અગહન માસ, 12 ડિસેમ્બર સુધી ભૂલથી પણ ન કરતાં આ વસ્તુઓનું સેવન નહી…

Bansari

આ હોટ ઓક્ટ્રેસે પહેરી ‘રામ’ નામની બિકિની, તસ્વીર જોઈને લોકો ભડક્યા અને કરી નાખ્યું કંઈક આવું

Arohi

હવે અમેરિકા જવું પડશે મોંઘુ, વિઝાની ફીમાં થયો આટલો વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!