GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

વર્લ્કકપ ફિવરઃ મોટી સ્કીનવાળી TVના વેચાણમાં પાંચ ગણી વૃદ્ધિ

ભારતમાં લોકોને સ્પોર્ટસમાં સૌથી વધુ ક્રિકેટની રમત ગમે છે. તેમાંય વર્લ્ડકપ પાછળ તો લોકો ઘેલા થઈ જાય છે. હાલમાં ચાલી રહેલ વર્લ્ડકપની અસર ટીવીના વેચાણમાં પણ જોવા મળી. વર્લ્ડકપ ફીવરના લીધે લોકો તમામ મેચો મોટા પડદાની મોટી સ્ક્રીન પર જોવાનો આનંદ લેવા માંગે છે. જેના કારણે આ વર્લ્ડકપમાં 75 ઇંચ અને તેનાથી મોટા સ્ક્રીનવાળા ટીવી સેટના વેચાણમાં વધારો જોવા મળ્યો છે.

વર્લ્ડકપની મેચો મોટે પડદે જોવાની ઇચ્છા રાખનાર ભારતીય દર્શક મોટાપાયે ટીવીની ખરીદી રહ્યા છે. ઉપભોક્તા ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓ સોની, સૈમસંગ, એલજી અને પેનાસોનિકના મોટા સ્ક્રીન (55 ઇંચ અને તેનાથી વધુ) ના ટીવી સેટોનું વેચાણ ગત સમાન ગાળા કરતા 100 ટકા વધુ રહ્યું. ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓના મોટા ટીવી સેટોનું વેચાણ ફક્ત મોટા શહેરમાં જ વધ્યું તેવું નથી પરંતુ નાના શહેરો તેમજ ગામડાઓમાં પણ લોકો વધુ ઇંચના ટીવી સ્ક્રીનની ખરીદીમાં રસ દાખવી રહ્યા છે.

ક્રિકેટ પ્રેમીઓને આકર્ષવા કંપનીઓ પણ અનેક પ્રકારની આકર્ષક ઓફરો આપી રહી છે. જેમાં સરળ ફંડિગની સુવિધા અને કેશબેક જેવી ઓફરો સામેલ છે. સોની ઇંડિયાના પ્રમુખ કહે છે કે વિશ્વકપને શરૂ થવાના દસ જ દિવસ થયા હોવા છતાં 55 ઇંચ કે તેથી મોટા ટીવી સ્ક્રીન સેટની માંગમાં ગત વર્ષ કરકતા આ વર્ષે 100 ટકાનો વધારો જોવા મળ્યો છે.

પૈનાસોનિક ઇંડિયા કારોબારના પ્રમુખ કહે છે કે તહેવારની સિઝન બાદ ખેલ સિઝન કંપનીઓ માટે કમાણી કરવાનો એક મોટો અવસર હોય છે. નવા ટીવી સેટમાં નવી ટેક્નીક તેમજ વધારે કવોલિટીવાળી સાઉન્ડ સિસ્ટમ હોવાથી ઉપભોક્તા 75 તેમજ 55 ઇંચના ટીવીની ખરીદી કરી રહ્યા છે. આ વર્ષે વર્લ્ડકપના લીધે સેમસંગ તેમજ એલજી જેવી મોટી ઇલેક્ટ્રિક કંપનીઓના ટીવી સેટના વેચાણમાં ધરખમ વધારો જોવા મળ્યો.

READ ALSO

Related posts

હવામાન વિભાગની આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા

pratik shah

બંધ દરવાજા પાછળ છોકરીઓ કરી રહી હતી આવી હરકત, અચાનક મમ્મીએ રૂમમાં આવી ચપ્પલોથી ધોઈ નાંખી

Harshad Patel

ડો. ડી.એન. લાન્જેવારનો મત: મૃતકોની ઓટોપ્સી કરવાથી જીવલેણ વાયરસનું તારણ શોધી શકાશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!