GSTV
India News ટોપ સ્ટોરી

ખંડન / કુતુબ મીનાર પરિસરમાં ખોદકામ અંગે કેન્દ્રીય મંત્રીનો મોટો ખુલાસો

ઐતિહાસિક ઈમારત કુતુબ મીનાર પરિસરમાં ખોદકામના સમાચારની વચ્ચે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જીકે રેડ્ડીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમને મીડિયા રિપોર્ટનું ખંડન કર્યું છે. સંસ્કૃતિ મંત્રીએ કહ્યું કે, કુતુબ મીનાર પરિસરમાં ખોદકામનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, આ અગાઉ રિપોર્ટમાં કુતુબ મીનાર પરિસરમાં ઝડપથી ખોદકામ શરૂ કરાશે તેમ કહેવામાં આવ્યું હતું.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જીકે રેડ્ડીએ કહ્યું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ તરફથી કુતુબ મીનાર પરિસરમાં કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં. અત્યાર સુધીમાં અમે તેના પર કોઈ નિર્ણય લીધો નથી. આ પ્રકારના તમામ રિપોર્ટ પાયાવિહોણા છે.

અગાઉ એવા અહેવાલ સામે આવ્યા હતા કે, કુતુબમિનાર પાસે આવેલી મસ્જિદથી 15 મીટરના અંતરે ખોદકામ થઈ શકે છે. મંત્રાલયના સચિવ ગોવિંદ મોહને શનિવારે આ માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી છે. કુતુબ મિનારમાં છેલ્લું ખોદકામ 1991માં થયું હતું.

કુતુબ મિનારને લઈને વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના પૂર્વ રિજનલ ડાયરેકટર ધર્મવીર શર્માએ કહ્યુ હતુ કે, કુતુબ મિનારનુ નિર્માણ કુતુબુદ્દીન ઐબકે નહીં બલ્કે રાજા વિક્રમાદિત્યે કરાવ્યુ હતુ.

આ પહેલા વિશ્વ હિન્દુ પરિષદના પ્રવકતાએ કહ્યુ હતુ કે, આ વાસ્તવમાં વિષ્ણુ સ્તંભ હતો. કુતુબ મિનારનુ નિર્માણ કરવા માટે 27 હિન્દુ અને જૈન મંદિરોને ધ્વસ્ત કરાયા હતા અને તેના મટિરિયલમાંથી કુતુબ મિનાર બનાવાયો હતો.

READ ALSO

Related posts

કાર્યવાહી / વિદ્યાર્થીનીઓને ભાજપના પેજ પ્રમુખ બનાવવા લેખિત સૂચના આપનાર આચાર્ય સસ્પેન્ડ, જતા-જતા કરી સ્પષ્ટતા

Karan

આશ્ચર્ય! Aunty કહેવા પર હોટલ માલિકે લગાવ્યું એક મોટું બોર્ડ, લખ્યું કે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોએ મને “આંટી” કહેવાનું બંધ કરે

Binas Saiyed

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari
GSTV