GSTV

રાજકોટની હત્યામાં મોટો ખુલાસો, સગા બનેવીએ જ સાળાને દારૂમાં ઝેર પીવડાવ્યું હતું

રાજકોટમાં જન્માષ્ટમીની મોડી રાત્રે બેભાન હાલતમાં મળી આવેલા યુવકના મોત અંગે ખુલાસો થયો છે.સગા બનેવીએ જ પોતાના સાળાને દારૂમાં ઝેર પીવડાવીને હત્યા કરી હતી.

ફોરેન્સીક રિપોર્ટ મૃતકનું દારૂથી નહીં પરંતુ ઝેરના કારણે મોત થયાનો ઘટસ્ફોટ થયો છે. 26 વર્ષીય દેવુભા સાકરીયા નામના યુવકને બનેવી સહિતના શખ્સો બેભાન હાલતમાં ઘરે મૂકી ગયા હતા.

બીજે દિવસે યુવક નિંદ્રામાંથી બહાર ન આવતા પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તેનુ મોત થયું હતુ. આ યુવકે વધુ પડતો દારૂ પી લેતા મોત થયુ હોવાનું તેના બનેવીએ પરિવારજનોને જણાવ્યુ હતું.

પરંતુ પરિવારને વાત ગળે ન ઉતરતા ફોરેન્સીક પોસ્ટમ મોર્ટમ કરાવ્યું હતું. ત્યારે ફોરેન્સીક રિપોર્ટ આવતા હત્યા કર્યાનો ધડાકો થયો હતો.

READ ALSO

Related posts

અભિનયની સાથે આ સ્કીલમાં પણ ટેલેન્ટેડ છે સૈફની લાડલી, શેર કર્યો થ્રોબેક વીડિયો

Ankita Trada

‘લૉકડાઉનનું પાલન ના કરે તેને ગોળીથી ઉડાવી દો’ આ દેશના રાષ્ટ્રપતિનું ફરમાન

Bansari

લોકડાઉનના કારણે ઘરેલુ હિંસામાં વધારો, આ રાજ્યોમાં મહિલાઓ સૌથી વધુ બની રહી ભોગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!