GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આઈપીએલ અંગે ઉઠ્યો નવો વિવાદ, યુએઈમાં આયોજન અંગે ઘણા સવાલો થઈ રહ્યા છે

કોરોના વાયરસ બાદ લાગલા લોકડાઉનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13મી સિઝન શરૂ થવામાં વિલંબ થયો છે. હવે  19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ આરબ અમિરાત (યુએઈ)માં તે યોજાનારી છે. પરંતુ હવે તેમાં નવો ફણગો ફૂટ્યો છે. હકીકતમાં તેના આયોજનને લગતા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે જેના જવાબ રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ (જીસી)ની બેઠકમાં મળવાની શક્યતા છે.

આઈપીએલ

આઈપીએલના આયોજન માટે નથી મળી સરકારની મંજૂરી

આઈપીએલનું યુએઈમાં આયોજન કરવા બાબતે હજી સુધી બીસીસીઆઇને ભારત સરકારની મંજૂરી મળી નથી. જોકે આ મંજૂરી ફક્ત એક ઔપચરિકતા હશે. તે સિવાય હજી સુધી એ નક્કી કરવામાં આવ્યું  નથી કે આઈપીએલની 13મી સિઝન 19મી સપ્ટેમ્બરથી શરૂ થઈને આઠમી  નવેમ્બર સુધી ચાલશે કે પછી દસમી નવેમ્બર સુધી ? ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કોરોના વાયરસ વચ્ચે આઇપીએલની ફ્રેન્ચાઇઝી ટુર્નામેન્ટના સંગઠન અંગેના પ્રશ્નોના જવાબો શોધવા માંગે છે.

આઈપીએલ

કોરોનાને લઈને આયોજન પર મોટા સવાલ

આઈપીએલનું આયોજન કરવા બાબતે મુખ્ય પ્રશ્ન કોરોન્ટાઇન, દેખરેખ અને આઇસોલેશન પ્રોટોકોલના સંબંધમાં છે. તમામ ફ્રેન્ચાઇઝીની સૌથી મોટી ચિંતા એ છે કે જો કોઈ ટીમનો સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયો તો પછી આગળ શું થશે?

કોરોન્ટાઇનના કાયદાનું ઉલ્લંઘન કરશે તો શું થશે?

શું તે પછી ટીમના તમામ સભ્યોનું કોરોના વાયરસ માટેનું પરિક્ષણ કરવામાં આવશે? શું બધા સભ્યોને એક જ હોટેલમાં આઇસોલેશન કરવામાં આવશે અને જો ટીમના અન્ય સભ્યો પણ ત્યાં જ રહેતા હશે તો પછીની મેચ રદ કરવામાં આવશે અથવા જ્યાં સુધી બધાની તપાસ કરવામાં નહીં આવે ત્યાં સુધી મુલતવી રાખવામાં આવશે? આઇપીએલની ફ્રેન્ચાઇઝીઓએ પણ જાણવા માગે છે કે જો કોઈ પણ સભ્ય કોરોન્ટાઇનના કાયદાનું ઉલ્લંઘન કરશે તો શું થશે?

કોરોના ટેસ્ટ અંગે કરવો પડશે ખુલાસો

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં  એ પણ સ્પષ્ટ કરવું પડશે કે યુએઈમાં આઈપીએલ દરમિયાન ટીમના સભ્યો કોવિડ-19 ટેસ્ટ કેટલીવાર અને કેટલા સમયે કરાવશે ? શું આ તપાસ બીસીસીઆઈ દ્વારા હાથ ધરવામાં આવશે કે ફ્રેન્ચાઇઝી તેના માટે સંપૂર્ણ જવાબદાર રહેશે?

MUST READ:

Related posts

એનપીસીઆઇ લાવી શકે છે યુપીઆઈ પેમેન્ટ પર વધુ નિયંત્રણ, આ લોકોને પડશે અસર

pratik shah

સુરત મનપાના 500થી વધુ કોરોના વોરિયર્સ બન્યા સંક્રમણનો શિકાર, આટલાનો લેવાયો ભોગ

Bansari

આવો મેસેજ આવે તો ભૂલથી પણ ક્લિક ના કરતાં, બેન્ક એકાઉન્ટ થઇ જશે તળિયાઝાટક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!