GSTV

અમેરિકી ઈતિહાસકારે રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને કરી આ મોટી ભવિષ્યવાણી, આ નેતા હશે આગામી રાષ્ટ્રપતિ

પોતાની ચોકકસ સચોટ ભવિષ્યવાણી માટે વિખ્યાત એક અમેરિકન ઇતિહાસકારે આ વખતે અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને જે ભવિષ્યવાણી કરી છે તેને કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ સાંભળવાનું પસંદ નહીં કરે. અમેરિકન યુનિવર્સિટીના પ્રોફેસર એલન લિચ્ટમેન (Allan Lichtman) 1984 થી દરેક રાષ્ટ્રપતિની ચૂંટણીના વિજેતાની ચોક્કસ ભવિષ્યવાણી કરતા આવ્યા છે. તેમનું કહેવું છે કે આ વખતે જો બિડેન ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે. ભવિષ્યવાણી કરવા માટે લિચ્ટમેન પોતાની બનાવેલી 13 કી સિસ્ટમનો ઉપયોગ કરીને આગાહી કરે છે કે વ્હાઇટ હાઉસની રેસ કોણ જીતશે.

અર્થવ્યવસ્થા, અસમાનતા, સામાજિક અશાંતિ જેવા મુદ્દે ટ્રમ્પને પરાજયનો સામનો કરવો પડે

2016 માં તેમણે ટ્રમ્પની જીતની આગાહી કરી હતી, જે સચોટ હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવશે. લિક્ટમેનના મતે નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બીડેન ટ્રમ્પને પરાજિત કરશે અને રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતશે. એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ’13-કીઝ ‘સિસ્ટમ મુજબ તેમનું અનુમાન છે કે ટ્રમ્પને આ વખતે વ્હાઇટ હાઉસ છોડવું પડશે. અર્થવ્યવસ્થા, અસમાનતા, સામાજિક અશાંતિ જેવા મુદ્દાઓને કારણે ટ્રમ્પને પરાજયનો સામનો કરવો પડી શકે છે.

આ વખતે સ્પર્ધા ખૂબ જ અઘરી, કેટલાક અસાધારણ પરિબળો પરિણામ બદલી શકે

જો કે, લિક્ટમેન માને છે કે આ વખતે સ્પર્ધા ખૂબ જ અઘરી રહેશે અને કેટલાક અસાધારણ પરિબળો પરિણામ બદલી પણ શકે છે. તેમની સિસ્ટમ મુજબ 13-કીઓમાંથી સાત બિડેનની તરફેણમાં છે અને છ ટ્રમ્પની તરફેણમાં છે. લિકટમેન કહે છે કે કોરોના મહામારી અને પોલીસ બર્બરતા અને જાતિવાદ જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેતાં બિડેનનું પલ્લું ભારે છે.

આ વખતે તેની આગાહી સાચી સાબિત થાય છે કે કેમ?

લિક્ટમેન આ પ્રણાલીનો ઉપયોગ 1984માં રોનાલ્ડ રીગનની જીતના અભ્યાસ બાદ દરેક ચુંટણીમાં વિજેતાઓની ભવિષ્યવાણી કરવા માટે તેમની આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. હવે જોવાનું એ રહ્યું કે આ વખતે તેની આગાહી સાચી સાબિત થાય છે કે કેમ?

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!