GSTV

સામાન્ય માણસને વધુ એક ફટકો! હવે વ્હીલ, રિન અને લક્સ જેવા સાબુ અને સર્ફ થયા મોંઘા, કિંમતમાં થયો આટલો વધારો

Last Updated on November 25, 2021 by Vishvesh Dave

હવે તમારા માટે સાબુ અને ડિટરજન્ટ ખરીદવું મોંઘું થઈ ગયું છે. HUL અને ITCએ સાબુ અને ડિટર્જન્ટના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વ્હીલ ડિટર્જન્ટ પાવડર, રિન્સ બાર અને લક્સ સાબુની કિંમતો 3.4 ટકાથી વધારીને 21.7 ટકા કરવામાં આવી છે. તે જ સમયે, ITCએ Fiama સાબુની કિંમતમાં 10 ટકા, Vivelમાં 9 ટકા અને Engage ડિઓડરન્ટની કિંમતમાં 7.6 ટકાનો વધારો કર્યો છે.

Soap And Detergent Price Hike : आम आदमी को मार रही महंगाई !अब महंगे हुए  व्हील, रिन और लक्स जैसे साबुन और सर्फ, इतने रुपये बढ़े दाम. | Bihar News (  बिहार समाचार ) 2021

રિપોર્ટ અનુસાર, દેશની બે સૌથી મોટી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) કંપનીઓએ કિંમતોમાં વધારા પાછળનું કારણ ઇનપુટ કોસ્ટમાં વધારો દર્શાવ્યો છે.

HULએ વ્હીલ ડિટર્જન્ટના 1 કિલો પેકની કિંમતમાં 3.4 ટકાનો વધારો કર્યો છે. આનાથી તે 2 રૂપિયા મોંઘો થશે. કંપનીએ વ્હીલ પાવડરના 500 ગ્રામ પેકની કિંમતમાં બે રૂપિયાનો વધારો કર્યો છે. તેની કિંમત 28 રૂપિયાથી વધીને હવે 30 રૂપિયા થઈ ગઈ છે.

લક્સ સાબુ 25 રૂપિયા મોંઘો થયો

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે HULએ રિન બારના 250 ગ્રામ પેકની કિંમતમાં 5.8 ટકાનો વધારો કર્યો છે. FMCG જાયન્ટે લક્સ સાબુના 100 ગ્રામ મલ્ટિપેકની કિંમતમાં 21.7 ટકા અથવા 25 રૂપિયાનો વધારો કર્યો છે.

બીજી તરફ, ITCએ ફિયામા સાબુના 100 ગ્રામ પેકના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, કંપનીએ વિવેલ સાબુના 100 ગ્રામ પેકની કિંમતમાં નવ ટકાનો વધારો કર્યો છે. રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે કંપનીએ Engage ડિઓડરન્ટની 150ml બોટલની કિંમતમાં 7.6 ટકા અને Engage પરફ્યુમની 120ml બોટલની કિંમતમાં 7.1 ટકાનો વધારો કર્યો છે.

ITC એ કારણ તરીકે દર્શાવ્યો ખર્ચમાં વધારો

ITCના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇનપુટ કોસ્ટના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઉદ્યોગે ભાવમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને કંપનીએ પસંદગીની વસ્તુઓની કિંમતોમાં ફેરફાર કર્યો છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે તેઓ કિંમતના સમગ્ર દબાણ ગ્રાહકો ઉપર પાસ ન કરે.

તમને જણાવી દઈએ કે બીજા ક્વાર્ટરમાં હિન્દુસ્તાન યુનિલિવરના ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો થયો છે. કંપનીનો નફો રૂ. 2,187 કરોડ સુધી પહોંચી ગયો છે, જે અપેક્ષા કરતાં થોડો ઓછો રહ્યો છે.

ALSO READ

Related posts

મોટી જાહેરાત/ વાપી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 28 નવેમ્બરે મતદાન યોજાશે, સુરક્ષા માટેનો પુખ્તો બંદોબસ્ત

Pravin Makwana

કોરોનાથી મોતને ભેટેલાના વારસદારોને સહાયને લઈને સૌથી મોટા સમાચાર, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં 350 લોકોને સહાયની ચૂકવણી થઈ

Pravin Makwana

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!