GSTV
Business Trending

મોટા સમાચાર/ વેદાંત લિમિટેડે હિન્દુસ્તાન ઝિંકમાં તેના શેરો ગિરવે મુક્યા

અનિલ અગ્રવાલની વેદાંત લિમિટેડે હિન્દુસ્તાન ઝિંકમાં તેનો લગભગ સમગ્ર હિસ્સો ગીરવે મૂક્યો છે. કંપનીએ 22 મેના રોજ એક્સીસ ટ્રસ્ટીઝ લિમિટેડ સર્વિસીઝની તરફેણમાં 13.94 કરોડ શેર અથવા કુલ ઇક્વિટીના 3.3 ટકા ગીરવે મૂક્યા છે. નોંધનીય છે કે, પ્રમોટર વેદાંત પાસે હિન્દુસ્તાન ઝિંકમાં 64.92 ટકા હિસ્સો છે, જે કંપનીએ લગભગ સંપૂર્ણપણે ગીરવે મૂક્યો છે.


કંપનીએ ગયા મહિને એક્સીસ ટ્રસ્ટીઝ સર્વિસીઝ સાથે હિન્દુસ્તાન ઝિંકમાં 10 કરોડ શેર અથવા તેની ઇક્વિટીના 2.44 ટકા ગીરવે મૂક્યા હતા, જેનાથી હિન્દુસ્તાન ઝિંકમાં કુલ ગીરો હોલ્ડિંગ 91 ટકા થઈ ગયું હતું. આ સમાચાર આવવાથી હિન્દુસ્તાન ઝિંકના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર સવારે કંપનીનો શેર એક ટકા ઘટીને રૂ.304 થયો હતો. સામાન્ય રીતે, કંપનીના શેર ગિરવે રાખવા પાછળનો હેતુ નાણાં એકત્ર કરવાનો હોય છે.


જણાવી દઇએ કે, આ ગીરવે મૂકેલા શેરના સમાચાર કંપનીના 50 કરોડ ડોલરના મૂલ્યના જન્ક રેટેડ બોન્ડની મેચ્યોરિટીના પહેલા જ આવી છે. આ સપ્તાહની શરૂઆતમાં, વેદાંતે શેર દીઠ રૂ. 18.5ના ડિવિડન્ડની જાહેરાત કરી હતી, જે નાણાકીય વર્ષ 2024માં કંપની માટેનું પ્રથમ વચગાળાનું ડિવિડન્ડ હતું. વર્તમાન શેરહોલ્ડિંગ પેટર્નના આધારે, કંપનીની મૂળ કંપની વેદાંત રિસોર્સિસને ચૂકવણી તરીકે રૂ. 4,683 કરોડ અથવા $564 મિલિયન મળશે.



31 માર્ચના રોજ લિસ્ટેડ કંપની પર કુલ રૂ. 45,620 કરોડનું દેવું હતું. અગ્રવાલે વેદાંતમાં સંભવિત હિસ્સાના વેચાણના અહેવાલોને વારંવાર નકારી કાઢ્યા છે, પરંતુ તાજેતરની શેરહોલ્ડિંગ પેટર્ન દર્શાવે છે કે પ્રમોટર હોલ્ડિંગ ડિસેમ્બરમાં 69.6 ટકાથી ઘટીને 68.1 ટકા થઈ ગયું છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રવિવારે કરોલી ગામના અમૃત સરોવરનું નિરીક્ષણ કર્યું

Vushank Shukla
GSTV