GSTV

મોટા સમાચાર/ વેક્સિનની નહીં રહે અછત, આ કંપની હવે દર મહિને કોવેક્સિનના બનાવશે 2 કરોડ ડોઝ

કોરોના

Last Updated on June 3, 2021 by pratik shah

દેશમાં કોરોના મહામારીને કારણે કોરોના વેક્સિન વધારવા પર ભાર આપવામા આવી રહ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારની પીએસયુ કંપની હાફકાઈન બાયો-ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ પણ મોટા પાયે કોવેક્સિનનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહ્યું છે. જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થતા જ કોવેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામા આવશે, હાફકાઈનમાં દર વર્ષે 22 કરોડથી વધુ ડોઝના ઉત્પાદન કરવાની તૈયારી ચાલી રહી છે. હાફકાઈન બાયો-ફાર્મા.ને કોવેક્સિનના ઉત્પાદનની મંજૂરી મળી ચૂકી છે.

કોવિશિલ્ડ

એચબીપીસીએલના એમડી સંદીપ રાઠોડે જણાવ્યું કે,‘અમે ફોર્મ્યૂલા મેળવવા સંબંધિત ઔપચારિકતા પૂર્ણ કરી રહ્યાં છીએ. વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. અમે ભારત બાયોટેક સાથે ગોપનીયતા મુદ્દે કરાર કર્યા છે. અમને આશા છે કે ટૂંકસમયમાં ઉત્પાદન શરૂ શકીશું અને અમે દર મહિને 2 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરી શકીશું, જેથી દર વર્ષે 22.8 કરોડ વેક્સિન ડોઝ તૈયાર કરવાનો લક્ષ્યાંક છે.’

સુરક્ષા વધારવાના આદેશ આપવા જોઈએ

દેશમાં કોરોના વેક્સિન કોવિશીલ્ડ બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલા વેક્સિન સપ્લાઈ મામલે ફાળવણીને પગલે મળતી ધમકીઓને કારણે પરિવાર સહિત લંડન પહોંચી ગયા હતા. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી કે, વેક્સિન બનાવી દેશ સેવામાં લાગેલા અદાર પૂનાવાલાને દેશમાં સુરક્ષિત હોવાનો અનુભવ થાય તે માટે ઉદ્ધવ સરકારને તેમની સુરક્ષા વધારવાના આદેશ આપવા જોઈએ.

આ મામલે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું કે,‘અદાર પૂનાવાલા કોરોના મુક્તિ માટે વેક્સિન ઉપલબ્ધ કરાવી દેશ સેવા કરી રહ્યાં છે. જો તેમને દેશમાં સુરક્ષિત ના હોવાનું લાગી રહ્યું હોય તો ઉચ્ચ પોલીસ અધિકારી અથવા ગૃહમંત્રી તેમની સાથે વ્યક્તિગત રીતે વાત કરે સરકાર તેમની સુરક્ષા મુદ્દે ખાતરી આપે.’ બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને 10 જૂને આ મામલે અપડેટ આપવા માટે પણ આદેશ કર્યો છે.

અદાર પૂનાવાલાને રાજ્ય સરકાર દ્વારા અગાઉ વાય-કેટેગરીની સુરક્ષા આપવામા આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર તરફથી પણ સીઆરપીએફ જવાન સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા હતા. અદાર પૂનાવાલાને ભારત પરત ફરવા પર તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવા મુદ્દે રાજ્ય સરકાર વિચાર કરી રહી હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

પ્રધાનપદ જતા જ નવી સરકારના પગ ખેંચવાનું શરૂ, ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવવા કરી માંગ: રૂબરૂ મુલાકાત કરી ઉઠાવ્યો મુદ્દો

Zainul Ansari

ટ્રેનની અડફેટે આવતા સિંહોના અકાળ મૃત્યુ બાબતે હાઇકોર્ટે રેલ્વે મંત્રાલયની કાઢી ઝાટકણી, માંગી પસાર થતી ટ્રેનોની માહિતી

Zainul Ansari

ઐતિહાસિક ચુકાદો / માતાના મઢે ચામર-પત્રી વિધિનો હક્ક મહારાણી પ્રીતિદેવીને અપાયો, ભૂજ કોર્ટ દ્વારા અપાયો ચુકાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!