GSTV

BIG NEWS/ ઠાણેના ભિવંડીમાં 3 માળની ઈમારત પત્તાની જેમ તૂટી પડી, 8ના મોત અને ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં રવિવારની મધ્ય રાત્રીએ એક ત્રણ માળની ઇમારત પત્તાની જેમ તૂટી પડી હતી. બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકો કાટમાણમાં ફસાઈ ગયાની આશંકા સેવાઇ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, વર્ષ 1984માં આ ઈમારત બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે મકાન નંબર 69, ઈમારતનો અડઘો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો હતો.

ઈમારતનો અડઘો ભાગ મોડી રાત્રે તૂટી પડ્યો

ઘણા લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા

મળતી માહિતી મુજબ આ ત્રણ માળના મકાનના 21 ફ્લેટમાં ઘણા લોકો સૂઈ રહ્યા હતા અચાનક મદ્યરાત્રીના 3 વાગીને 20 મિનીટ પર ભવિંડીના પટેલ કમ્પાઉન્ડમાં કોહરામ મચી ગયો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે હાલ સ્થાનિકો અને મનાપાની ટીમ દ્વારા રાહત અને બચાવ કાર્ય યથાવત છે.

ઈમારતમાંથી 8 મૃતદેહ પ્રાપ્ત થયા

અહેવાલ પ્રમાણે ઈમારતમાંથી હજુ સુધી 8 લોકોના મૃતદેહ પ્રાપ્ત થયા છે. જ્યારે રાહત કાર્ય દરમ્યાન 5 લોકોને જીવીત બહાર નિકાળવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારે બીજી તરફ હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે,

ઠાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પીઆરઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમે થાણાના ભિવંડીમાં ઈમારત ધરાશાયી થવાના સ્થળ પરથી એક બાળકને કાટમાળ માંથી બચાવવામાં સફળ રહ્યા હતા.તમારી જાણકારી મુજબ આ જરીતે ગત મહિને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં એક પાંચ માળની ઈમારત પડી ગઈ હતી. તારિક ગાર્ડનની પાંચ માળની ઈમારત તૂટી પડવાને કારણે અંદાજીત 50 લોકો કાટમાળમાં દબાયેલા હોવાની આશાંક જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ ઈમારત માત્ર દસ વર્ષ જુની હતી.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!