GSTV

BIG NEWS/ અમદાવાદ બાદ સુરત- રાજકોટ અને વડોદરામાં પણ લાગી શકે છે રાત્રી કરફયુ, રાત સુધી લેવાશે નિર્ણય

Last Updated on November 20, 2020 by pratik shah

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યુ છે. ઉલ્લેખનીય છે કે જેથી સુરત પાલિકાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે.  સુરતમાં પણ રાત્રી કર્ફ્યૂ લાગી શકે છે. તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. જ્યારે બીજી તરફ વડોદરા શહેર અને રાજકોટમાં પણ કરફયુ લાગે તેવી શક્યતાઓ સામે આવી રહી છે. બીજી તરફ આજે રાત્રે આ મામલે નિર્ણય લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો બીજી તરફ સુરત મહાનગપાલિકાના  કમિશનર અને પોલીસ કમિશન વચ્ચે બેઠકનો દોર શરૂ થયો છે. મનપા કમિશનરે અલગ-અલગ ઝોનમાં બેઠક પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કમિશનર દ્વારા ઝોનના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક કરવામાં આવી. બેઠકમાં શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાં ભારે ભીડ હશે તો તે વિસ્તાર બંધ કરવામાં આવશે..  તો વળી શહેરના બીચ પર  પાલિકાની ટીમ સતત નજર રાખશે.

  • રાજકોટ જિલ્લા કલેકટરે આપ્યા સંકેત…
  • રાજકોટ માં પણ લાગી શકે છે કરફ્યુ…
  • આજ સાંજ સુધીમાં લેવાશે નિર્ણય…
  • કરફ્યુ લાગવું કે નહીં તે અંગે સ્ટેટ ના અધિકારીઓ સાથે થઇ બેઠક…

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે.

જ્યારે ગાંધીનગર નજીકના વિસ્તારોના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, સરકારી હૉસ્પિટલોમાં 900 પથારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, તેમણે 2237 સરકારી હૉસ્પિટલો અને 400 બેડ ખાનગી હૉસ્પિટલોમાં હાલ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

રાજકોટ માં પણ લાગી શકે છે કરફ્યુ…

સરકારી તંત્ર તરફથી અમદાવાદ શહેરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલાં દાવા બાદ ગણતરીના સમયમાં જ રાજયના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા દ્વારા ટવીટ દ્વારા અમદાવાદ શહેરમાં શુક્રવાર રાતના નવથી સોમવારે સવારે છ કલાક સુધી કડક કરફયૂનો અમલ લાગૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરાઈ હતી.

વડોદરા શહેરમાં પણ લાગી શકે છે કરફ્યુ…..

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવાળી પૂર્ણ થતાં જ કોરોના અને કાયદાનો ફૂંફાડો દેખાઈ રહ્યો છે. શુક્રવારે રાતે 9  વાગ્યાથી રાત્રી કર્ફ્યૂની અમલવારી સાથે જ દિવસ દરમિયાન માસ્ક નહીં પહેરનારાં અને સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરનારાં સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે. શહેર પોલીસ કોરોનાના બીજા રાઉન્ડમાં નિયમભંગ કરનારાં લોકો સામે વિધીવત એફઆઈઆર નોંધશે.

માસ્ક નહીં પહેરનારાં અને સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરનારાં સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે

પોલીસ કોરોનાના બીજા રાઉન્ડમાં નિયમભંગ કરનારાં લોકો સામે વિધીવત એફઆઈઆર નોંધશે

શુક્રવાર રાતે 9 વાગ્યાથી કોરોના સામે રાત્રી કર્ફ્યૂ અમલમાં આવવાનો છે. તો, ગુરૂવારે સવારથી માસ્ક પહેરેલા ન હોય કે સોશિયલ ડીસ્ટન્સનો ભંગ કરવામાં આવતો હશે તો પોલીસ વિધીવત એફઆઈઆર નોંધશે. સેક્ટર-1 જેસીપી આર.વી. અસારીએ જણાવ્યું કે, ઈમરજન્સી અને જેમને મંજુરી હોય તે સિવાયના વાહનો અને લોકોની અવરજવર પર શુક્રવારે રાતે નવ વાગ્યાથી પ્રતિબંધ મુકાશે. અગાઉની માફક જ જાહેરનામા ભંગની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ બાદ વડોદરામાં પણ લાગી શકે છે રાત્રિ કર્ફ્યુ

  • વડોદરામાં પણ રાત્રિ કફર્યુની ચાલી રહી છે વિચારણા`
  • અમદાવાદ બાદ વડોદરામાં પણ લાગી શકે છે રાત્રિ કર્ફ્યુ
  • એકાદ બે દિવસમાં િસ્થતી જાયા બાદ વડોદરામાં રાત્રિ કર્ફ્યુના નિર્ણયની શક્યતા

કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે..જેના કારણે વડોદરામાં પણ રાત્રી દરમિયાન કર્ફયૂ લગાવવાની વિચારણ ચાલી રહી છે. અમદાવાદ વડોદરામાં પણ કર્ફયુ લાગી શકે છે..એકાદ બે દિવસમાં સ્થિતિ જોયા બાદ રાત્રી કર્ફયૂના નિર્યણની શકયતા જોવાઇ રહી

શુક્રવાર રાતે 9 વાગ્યાથી કોરોના સામે રાત્રી કર્ફ્યૂ અમલમાં આવવાનો છે

માસ્ક પહેર્યા વગર કોઈ નાગરિક નીકળશે તો તેમના પાસેથી દંડ વસુલવા ઉપરાંત નજીકની કોરોના છાવણી ખાતે લઈ જવામાં આવશે. માસ્ક વગર પકડાયેલી વ્યક્તિને કોરોના થયેલો જણાશે તો સારવાર બાદ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સામે રાત્રી કર્ફ્યૂના અમલ સાથે જ અમદાવાદ શહેર પોલીસે માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનો અમલ નહીં કરનાર નાગરિકો સામે કડક કાયદાકીય કાર્યવાહી ફરી શરૂ કરશે.

READ ALSO

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!